Gujarat election 2022/ ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો

તાલાળાના ધારાસભ્ય ભગા બારડે પણ હવે કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસની હાલત એક સાંધે અને તેર તૂટે જેવી છે

Top Stories Gujarat
11 8 ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ કોંગ્રેસના પીઢ અને શક્તિશાળી ધારાસભ્ય મોહન રાઠવા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોગ્રેસ પાર્ટીને દિગ્ગજ નેતાઓ પાર્ટીઓ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે.  તાલાળાના ધારાસભ્ય ભગા બારડે પણ હવે કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસની હાલત એક સાંધે અને તેર તૂટે જેવી છે. બારડે કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોપદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપમાં સામેલ થઇ ગયા છે.

10 9 ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ  છોડવાના મુડમાં જોવા મળ્યા હતા

https://youtu.be/Q6cbYb6c4vM

બારડે ગઈ કાલે બાદલપરા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને તેમના ભાજપમાં જોડાવવા અંગે ચર્ચા પણ  કરી હતી