Elon Musk tesla/ મસ્કે ટેસ્લાના 4 અબજ ડોલરના શેર વેચ્યા, અગાઉ 15.5 અબજ ડોલરના શેર વેચ્યા

Tesla ના વડા મસ્કે તેની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના લગભગ ચાર અબજ ડોલરના શેર વેચ્યા છે. તેણે ટ્વિટર સાથે 44 અબજ ડોલરનું ડીલ કર્યાના ગણતરીના સમયમાં 20 અબજ ડોલરના શેર વેચી ચૂક્યો છે.

Top Stories World
Elon Musk મસ્કે ટેસ્લાના 4 અબજ ડોલરના શેર વેચ્યા, અગાઉ 15.5 અબજ ડોલરના શેર વેચ્યા

વોશિંગ્ટનઃ Tesla ના વડા મસ્કે (Musk) તેની ઇલેક્ટ્રિક કાર (Electric car) કંપની ટેસ્લાના લગભગ ચાર અબજ ડોલરના શેર વેચ્યા છે. તેણે ટ્વિટર સાથે 44 અબજ ડોલરનું ડીલ કર્યાના ગણતરીના સમયમાં 20 અબજ ડોલરના શેર વેચી ચૂક્યો છે.

મસ્કે ટ્વિટર (Twitter) સાથેનું ડીલ પૂરુ કરવા માટે ભારે નાણાકીય સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ પહેલા તેણે ટેસ્લાના 15.5 અબજ ડોલરના શેર વેચ્યા હતા. આમ મસ્ક ટેસ્લાના લગભગ 20 અબજ ડોલરના શેર વેચી ચૂક્યો છે.

યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન (SEC) નિર્દેશ કરે છે કે મસ્કે ટેસ્લાના 1.90 કરોડ શેર 3.95 અબજ ડોલરમાં વેચ્યા છે. ઉલ્લેખનીય છે કે મસ્કે ટ્વિટર પર અંકુશ મેળવ્યો છે અને તેણે ટોચના એક્ઝિક્યુટિવ્સની હકાલપટ્ટી કરી છે.

એક સમયે મસ્કે ટ્વિટર સાથેના ડીલને લઈને પાછીપાની કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છેવટે આ મામલો કોર્ટમાં જતા મસ્કે પછી છેવટે ટ્વિટરને ખરીદી જ લીધી હતી. હવે ટ્વિટરને ખરીદ્યા પછી મસ્કે ખોટમાં જતી આ કંપનીને કમાતી કરવા ટ્વિટરની બ્લ્યુ ટિકમાંથી પ્રતિ

એકાઉન્ટ માટે આઠ ડોલરની કમાણી કરવા માંગે છે. તેના લીધે તે જાહેરખબરના મોરચે થતી ખોટમાંથી બચવા માંગે છે.
જાહેરાત ટ્વિટરની આવકનો મુખ્ય સ્ત્રોત છે. મસ્કે કન્ટેન્ટ કંટ્રોલ અંગે અપનાવેલા વલણના લીધે કેટલીય બ્રાન્ડ્સે હાલમાં ટ્વિટર પર જાહેરાત હોલ્ડ પર રાખી છે. ટ્વિટરને સંભાળ્યા પછી મસ્કના પગલાં અને વલણ એટલું ચિંતાજનક છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ તેને ચેતવણી આપવી પડી છે. મસ્ક સતત ભારપૂર્વક કહેતા આવ્યા છે કે કન્ટેન્ટ સુધારાને ટ્વિટર ટોચની અગ્રતા આપશે. આ માટે તેઓ ખાસ કે ડેડિકેટેડ કાઉન્સિલ રચશે.