Tripple Accident/ કવાડીયા ગામના પાટીયા નજીક અમદાવાદ-કચ્છ હાઇ-વે પર ત્રીપલ અકસ્માત

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના કેવડિયા ગામના પાટિયા પાસે ટ્રેલર પલટી જતાં રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં સુરતથી મુન્દ્રા જતી સ્લીપર કોચ એસટી બસ,…

Top Stories Gujarat
Halvad-Kevadiya Accident

Halvad-Kevadiya Accident: હળવદના કેવડિયા ગામના પાટિયા પાસે આજે મોડી રાત્રે એસટી બસ, ટેન્કર અને ઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હળવદ અને ધાંગધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના કેવડિયા ગામના પાટિયા પાસે ટ્રેલર પલટી જતાં રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં સુરતથી મુન્દ્રા જતી સ્લીપર કોચ એસટી બસ, ટેન્કર અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસમાં સવાર સાત મુસાફરો, ટેન્કર ચાલક અને ક્લીનર અને ઈકો કારમાં સવાર સાત જણને ઈજા થઈ હતી, જેમાં ઈકોમાં સવાર 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં ધાંગધરા અને હળવદની 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, ચુલી ટોલનાકાના જવાનો સાથે એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને અને હળવદ અને ધાંગધ્રાને સારવાર માટે લઇ ગયા હતા. જો કે ગંભીર ઇજાગ્રસ્તોને મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે રીફર કરાયા હતા.

આ પણ વાંચો: Elon Musk Tesla/ મસ્કે ટેસ્લાના 4 અબજ ડોલરના શેર વેચ્યા, અગાઉ 15.5 અબજ ડોલરના શેર વેચ્યા