Not Set/ “વ્યાજાતંક”થી થાકી જામનગરનાં યુવકે જીંદગી ટુંકાવી

જામનગરમાં વ્યાજખોરોનાં “વ્યાજાતંક”થી ફરી વાર એક પરિવારે પનોતો પુત્ર અને ઘરે ઘરનો મોભી ખોયો છે. જામનગરનાં બેડેશ્વરપરા વિસ્તારનાં એક યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે દમતોડી દેતા રાત્રીનાં સમયે આપઘાત કરી લેતા ચકચાર માચી જવા પામ્યો છે. દુ:ખદ બનાવ અને પોલીસની નિષ્ક્રીયતા સામે ફરી એક વખત જામનગરમાં સવાલો ઉભા થયા છે. તો આત્મઘાત કરનાર યુવકનાં પરિવારજનોએ યુવકનો […]

Top Stories Gujarat Others
jm "વ્યાજાતંક"થી થાકી જામનગરનાં યુવકે જીંદગી ટુંકાવી

જામનગરમાં વ્યાજખોરોનાં “વ્યાજાતંક”થી ફરી વાર એક પરિવારે પનોતો પુત્ર અને ઘરે ઘરનો મોભી ખોયો છે. જામનગરનાં બેડેશ્વરપરા વિસ્તારનાં એક યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે દમતોડી દેતા રાત્રીનાં સમયે આપઘાત કરી લેતા ચકચાર માચી જવા પામ્યો છે.

jm3 "વ્યાજાતંક"થી થાકી જામનગરનાં યુવકે જીંદગી ટુંકાવી

દુ:ખદ બનાવ અને પોલીસની નિષ્ક્રીયતા સામે ફરી એક વખત જામનગરમાં સવાલો ઉભા થયા છે. તો આત્મઘાત કરનાર યુવકનાં પરિવારજનોએ યુવકનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો છે અને તાતકાલીક યુવકનાં મોત માટે જવાબદારો સામે પગલા લેવાની માંગ કરી છે. પરિજનોએ પોલીસની ઢીલી નીતિ સામે વિરોધ વ્યક્ત કરતા, પોલીસ આવા અસામાજીક તત્વોને છાવરતી હોવાનાં આક્ષેપો પણ કર્યો છે.

jm1 "વ્યાજાતંક"થી થાકી જામનગરનાં યુવકે જીંદગી ટુંકાવી

પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાને જામનગર અને આસપાસનાં 8 થી 10 વ્યાજખોરો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. ખસ્તા હાલતનાં કારણે મુદ્દલતો ઠીક પણ પઠાણી વ્યાજની રકમ પણ આવામાં છેલ્લા સમયમાં યુવાન અસફળ રહેતા અને વ્યાજાતંકીની પઠાણી ઉઘરાણી અને વરંવારની ધમકીથી વિવશ યુવાને આત્મહત્યાનો છેલ્લો રસ્તો પસંદ કર્યો હતો.