Not Set/ મનપાના આરોગ્ય વિભાગે કર્યો ઓરી રૂબેલા રસીકરણ અંગે ખુલાસો

સમગ્ર રાજ્યમાં  ઓરી અને રૂબેલાના રસીકરણને પગલે નવી જ અફવાએ જન્મ લીધો છે. અફવાને પગલે રાજકોટ મહાપાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો, ખુલાસા મુજબ રસીકરણથી કોઈ જ નુકશાન થતું નથી. બાળકનો જીવ બચાવવા માટેનું કામ રસીકરણ દ્વારા કરવામાં આવે છે, બાળકને રસી આપવાને પગલે નુકશાન થતું હોવાની વાત માત્ર આફવા જ હોવાનું રાજકોટ મહાપાલિકાના […]

Top Stories Gujarat Trending
658521 final aadhaar 2 મનપાના આરોગ્ય વિભાગે કર્યો ઓરી રૂબેલા રસીકરણ અંગે ખુલાસો

સમગ્ર રાજ્યમાં  ઓરી અને રૂબેલાના રસીકરણને પગલે નવી જ અફવાએ જન્મ લીધો છે. અફવાને પગલે રાજકોટ મહાપાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો, ખુલાસા મુજબ રસીકરણથી કોઈ જ નુકશાન થતું નથી.

બાળકનો જીવ બચાવવા માટેનું કામ રસીકરણ દ્વારા કરવામાં આવે છે, બાળકને રસી આપવાને પગલે નુકશાન થતું હોવાની વાત માત્ર આફવા જ હોવાનું રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધ્યક્ષે જણાવ્યું છે.

ડો પંકજ રાઠોડે જણાવ્યું કે, રસીકરણ અંતર્ગત દેશભરમાં બાળકોને રસી આપવામાં આવી રહી છે, અને તેની કોઈ જ આડઅસર થતી નથી, સાથે જ જણાવ્યું એક અફ્વાથી લોકોએ દુર રહેવું જોઈએ અને બાળકોને રસી આપવી તેને જીવલેણ રોગથી મુક્ત કરવા જોઈએ.

ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઓરી રૂબેલા રસીની અવડી અસરના લીધે વાલિઓમાં ફફડાટ યથાવત છે. તેમ છતા પણ  ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રૂબેલાની રસી અપાઇ  હતી.

તમામ વિદ્યાર્થીઓની  મેડિકલ ઓફિસર દ્વારા શારીરિક તપાસ કરીને 50 ટકા વિદ્યાર્થીઓને રસી  અપાઇ હતી પરંતુ બીજા 50  ટકા વિદ્યાર્થીઓના વાલીઓએ રૂબેલા રસી માટે અસંમતી દર્શાવી હતી.

ઉલ્લેખનિય છે કે, ભિલોડા તાલુકામાં અગાઉ પણ જીંજુડી પ્રાથમિક શાળાના 6 વિદ્યાર્થીઓ ઓરી રૂબેલાની રસી લીધા બાદ બીમાર થઈ ગયા હતા. ત્યારે આ વિદ્યાર્થીનું મોત ઓરી રૂબેલાની રસીથી થયું હોવાનું પરિવારજનોએ  જણાવ્યું હતું.