Not Set/ VIDEO : જુઓ, ભારે વરસાદના કારણે ગાઝિયાબાદમાં નવનિર્મિત એલિવેટેડ રોડ કેવી રીતે ફેરવાયો મીની નદીમાં

ગાઝિયાબાદ, દિલ્લીમાં ગત રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે સંપૂર્ણ રાજધાનીના નદી નાળા ભરાઈ ગયા હતા. તો બીજી બાજુ આ દરમિયાન થોડાક દિવસો અગાઉ જ નવનિર્મિત રાજનગર એક્સ્ટેન્શન એલિવેટેડ રોડ વરસાદના કારણે નાની નદીમાં ફેરવાય ગયું હતું. મહત્વનું છે કે, આ ઇલિવેટેડ પુલ દિલ્લીમાં ગાઝીયાબાદ જવા માટે વાપરવામાં આવે છે. આ સિવાય અન્ય સ્થાનિકો દ્વારા પણ […]

India Trending Videos
ગાઝિયાબાદ VIDEO : જુઓ, ભારે વરસાદના કારણે ગાઝિયાબાદમાં નવનિર્મિત એલિવેટેડ રોડ કેવી રીતે ફેરવાયો મીની નદીમાં

ગાઝિયાબાદ,

દિલ્લીમાં ગત રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે સંપૂર્ણ રાજધાનીના નદી નાળા ભરાઈ ગયા હતા. તો બીજી બાજુ આ દરમિયાન થોડાક દિવસો અગાઉ જ નવનિર્મિત રાજનગર એક્સ્ટેન્શન એલિવેટેડ રોડ વરસાદના કારણે નાની નદીમાં ફેરવાય ગયું હતું.

મહત્વનું છે કે, આ ઇલિવેટેડ પુલ દિલ્લીમાં ગાઝીયાબાદ જવા માટે વાપરવામાં આવે છે. આ સિવાય અન્ય સ્થાનિકો દ્વારા પણ આ પુલ વાપરવામાં આવે છે.

ત્યારે હવે હાલ દિલ્લીમાં ભારે વરસાદના ચાલતા આ પુલમાં પાણી ભરાઈ ગયું છે. જેના ચાલતા આ પુલથી લોકોને વાહનો પસાર કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર પુલ બાનાવવાના ડિઝાઇન પર લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહયા છે કે પુલ નિર્માણ કરતા સમયે શું આ બાબાતોનું ધ્યાન નહિ લેવામાં આવું હોય? જયારે આ વરસાદના કારણે સંપૂર્ણ શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ગઈ હતી.

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, મીની નદીમાં ફેરવાઈ ગયેલા આ એલિવેટેડ રોડમાં કાર કેવી રીતે પસાર થઇ રહી છે.

https://twitter.com/ANINewsUP/status/1022364845411201024