દુર્ઘટના/ આંધ્રપ્રદેશમાં TDPના વડા ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગ થતાં 7 લોકોના મોત,અનેક ઘાયલ

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુના સભમાં  નાસભાગ થતાં પાંચ લોકોના મોત થયા છે.અનેક લોકો ઘાયલ થયા છે.

Top Stories India
12 20 આંધ્રપ્રદેશમાં TDPના વડા ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગ થતાં 7 લોકોના મોત,અનેક ઘાયલ

TDP  આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન  નાસભાગ થતાં સાત લોકોના મોત થયા છે.અનેક લોકો ઘાયલ થયા છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે બુધવારે (28 ડિસેમ્બર) ના રોજ TDP વડા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં 7 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ તેમના પક્ષના પ્રચારના ભાગ રૂપે જિલ્લાની મુલાકાતે હતા અને તેમના સ્વાગત માટે હજારો સમર્થકો કંડુકુર ખાતે એકઠા થયા હતા. ઘટના બાદ ચંદ્રાબાબુ નાયડુ રોડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

 

 

TDP નેતા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આજે નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે આયોજિત જાહેર સભા દરમિયાન પક્ષના કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપીમાં સાત TDP કાર્યકરો માર્યા ગયા હતા, પોલીસે જણાવ્યું હતું. 7 લોકોએ જીવ ગુમાવ્યા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.