Rajasthan congress/ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી, 90 ટકા રિપીટ

કોંગ્રેસે રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી કરી જાહેર. કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ યાદીમાં રાજ્યના અગ્રણી નેતાઓને સામેલ કરતા રાજસ્થાનના કોંગ્રેસ પક્ષમાં અનેક મોટા નેતાઓના પત્તા કપાશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે

Top Stories India Uncategorized
congress રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી, 90 ટકા રિપીટ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરી. રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના મતભેદો વચ્ચે પ્રથમ યાદીમાં 33 ઉમેદવારોની જાહેરાત કરી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા કોંગ્રેસે સરદારપુરાથી મુખ્યમંત્રી અશોક ગેહલોતને ઉતાર્યા છે. જ્યારે ટોંકથી સચિન પાયલટ અને નાથવાડાથી વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને ટિકિટ આપી.

ઉલ્લેખનીય છે કે આજે ભાજપે રાજસ્થાન ચૂંટણી માટે બીજી યાદીમાં 83 ઉમેદવારના નામની જાહેરાત કરી. અને ઝાલારપાટન ક્ષેત્રમાં વસુંધરા રાજે સિંધિયાને મેદાનમાં ઉતાર્યા. ઝાલારપાટન વસુંધરાનો વિજયીગઢ માનવામાં આવે છે કે કેમકે ચાર વખત આ ક્ષેત્રમાં ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે ભાજપે અંબરથી સતીશ પુનિયાને ટિકિટ આપી.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરી તેમાં જોઈ શકાય છે કે 33 ઉમેદવારોની યાદીમાં 32 નામ જૂના છે. એટલે કે પાર્ટીએ ચૂંટણીને લઈને ઉમેદવારોમાં કોઈ ખાસ ફેરફાર નથી કર્યો. રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા પોતાની સીટ લક્ષ્મણગઢથી ચૂંટણી લડશે. જયારે ઓસિયનથી દિવ્યા મદેરણા, હિંડોલીથી અશોક ચંદના, સવાઈ માધોપુરથી દાનિશ અબરાર, જોધપુરથી મનીષા પંવાર અને સાદુલપુરથી કૃષ્ણા પુનિયાને ટિકિટ મળી છે.

BSPમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલ લલિત યાદવને મુંડાવર ક્ષેત્રમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સચિન પાયલોટ જૂથના ચાર નેતાઓને પ્રથમ યાદીમાં સ્થાન મળ્યું છે. જ્યારે વિરાટનગરથી ઈન્દ્રસિંહ ગુર્જર, લાડનુન સીટથી મુકેશ ભાકર, પરબતસર સીટથી રામનિવાસ ગાવડીયા અને નોહર સીટથી અમિત ચચાનને ટિકિટ મળી છે.

કોંગ્રેસે રાજસ્થાનની 200 બેઠકોમાંથી માત્ર 33 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ યાદીમાં રાજ્યના અગ્રણી નેતાઓને સામેલ કરતા રાજસ્થાનના કોંગ્રેસ પક્ષમાં અનેક મોટા નેતાઓના પત્તા કપાશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જુઓ યાદી.

फाइल फोटो


whatsapp ad White Font big size 2 4 રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી, 90 ટકા રિપીટ


આ પણ વાંચો : ગુજરાત/ રાજ્યમાં 24 કલાકમાં આટલા લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ, ડરાવી રહ્યો છે આંકડો

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ ચીન પોતાના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું છે, 2030 સુધીમાં 1000 પરમાણુ બોમ્બ બનાવશે, અમેરિકાના અહેવાલે

આ પણ વાંચો : Rajasthan Vidhansabha Election/ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે બીજી યાદી જારી કરી, કયાં ઉમેદવારને કયાંથી મળી ટિકિટ