Banaskantha News: પાલનપુર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ બનાસકાંઠા સમિટ યોજાઈ હતી.જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીઅને ઉદ્યોગ વિભાગ અને જિલ્લાના પ્રભારી બળવંતસિંહ રાજપુત સહીત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.તો 21 જેટલાં ઔધોગિક એકમોએ રૂ. 382.90 કરોડના એમ.ઓ.યુ કર્યા હતા. જેનાથી 11,336 લોકોને ઘરઆંગણે રોજગારી મળશે.તો આ કાર્યક્રમમાં બનાસ ડેરી પાલનપુર દ્વારા રૂ. 2100 કરોડનું મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.જેના એમ.ઓ.યુ. ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે.
પાલનપુર ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા સમિટ યોજાઈ હતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીઅને ઉદ્યોગ વિભાગ અને જિલ્લાના પ્રભારી બળવંતસિંહ રાજપુત સહીત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા સરકારની ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓના સ્થાપક ક્રેડિટ સેમિનાર એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન આ સમિટમાં અપાયું હતું.
દશમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘‘વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ બનાસકાંઠા’’ સમિટ યોજાઇ હતી. જેમાં ૨૧ જેટલાં ઔધોગિક એકમોએ રૂ. ૩૮૨.૯૦ કરોડના એમ.ઓ.યુ કર્યા હતા. જેનાથી ૧૧,૩૩૬ લોકોને ઘરઆંગણે રોજગારી મળશે. આ કાર્યક્રમમાં બનાસ ડેરી પાલનપુર દ્વારા રૂ. ૨૧૦૦ કરોડનું મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. જેના એમ.ઓ.યુ. ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે. જેનાથી ૧૦૯૪ જેટલી રોજગારીની તકો ઉભી થશે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસવાસીઓને નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લામાં ખુબ સારી શરૂઆત થઇ રહી છે. વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં ખુશીઓનું વાવેતર થયું છે. આવનારો સમય બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ખુબ મહત્વનો ગણાવી અધ્યક્ષશ્રીએ કહ્યું કે, આ જિલ્લાના યુવાનોમાં આગવી આવડત અને કુનેહ છે. આ જિલ્લામાં ખુબ મોટી ઓપરર્ચ્યુનિટી સાથે અહીંના રણમાં ગ્રીન હાઇડ્રોજન છે. જે આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લાને સુખી- સમૃધ્ધ જિલ્લો બનાવશે.
આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….
આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર