હરણીકાંડ: વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓથી ભરેલી બોટ હરણી તળાવમાં પલટી જતા હડકંપ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું છે. જ્યારે 10 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી સાત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિદ્યાર્થીઓની શોધ ચાલું છે.બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા.અકસ્માતનો ભોગ બનેલા તમામ બાળકો વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના છે. આ બાળકો કે શિક્ષકોમાંથી કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. આ કારણોસર, જ્યારે બોટ પલટી ગઈ, ત્યારે બધા પાણીમાં ડૂબવા લાગ્યા.
હરણીકાંડ LIVE UPDATE: તંત્રએ મૃતકોની સત્તાવાર યાદી કરી જાહેર
- સકીના શેખ નામની વિદ્યાર્થિનીનું મોત
- મુઆવજા શેખ નામની વિદ્યાર્થિનીનું મોત
- આયત મન્સૂરી નામના વિદ્યાર્થિનું મોત
- અયાન મોહમ્મદ ગાંધી નામના વિદ્યાર્થિનું મોત
- રેહાન ખલીફા નામના વિદ્યાર્થિનું મોત
- વિશ્વા નિઝામ નામની વિદ્યાર્થિનીનું મોત
- જુહાબિયા સુબેદાર નામની વિદ્યાર્થિનીનું મોત
- આયેશા ખલીફા નામની વિદ્યાર્થિનીનું મોત
- નેન્સી માછી નામની વિદ્યાર્થિનીનું મોત
- હેત્વી શાહ નામની વિદ્યાર્થિનીનું મોત
- રોશની સૂરવે નામની વિદ્યાર્થિનીનું મોત
- સમગ્ર દુર્ઘટનામાં બે શિક્ષિકાઓના પણ મોત
- શિક્ષિકા છાયા પટેલનું દુર્ઘટનામાં મોત
- ફાલ્ગુની સુરતી નામની શિક્ષિકાનું મોત
હરણીકાંડ LIVE UPDATE:રાજ્ય સરકાર દ્વારા સહાય
હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
https://twitter.com/Bhupendrapbjp/status/1747985854516363459હરણીકાંડ LIVE UPDATE:મૃત્યુઆંક 16 પર પહોંચ્યો…
- વધુ એક બાળકનું સારવાર દરમિયાન નીપજ્યું મોત
- સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો બાળક
હરણીકાંડ LIVE UPDATE: PM મોદીએ વ્યક્ત કર્યું દુખ….
દેશ વડાપ્રધાનએ X પર વડોદરામાં થયેલ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલા જાનહાનિથી વ્યથિત. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.એક્સ-ગ્રેશિયા રૂ. PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000:
https://twitter.com/PMOIndia/status/1747982826409255387હરણીકાંડ LIVE UPDATE:CM વડોદરા જવા રવાના
રાજ્યના CM વડોદરા જવા રવાના થયા છે થોડી જ વારમાં તેઓ ઘટના સ્થળે પહોંચશે. CM ભુપેન્દ્ર પટેલે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે.
હરણીકાંડ LIVE UPDATE:શક્તિસિંહ ગોહિલનું નિવેદન
- બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા નથીઃ શક્તિસિંહ
- વળતર આપીશું આ શું યોગ્ય છેઃ શક્તિસિંહ
- ‘આવી ઘટનાથી સરકારના પેટનું પાણી પણ નહીં હલે’
- નૈતિક જવાબદારી સમજીને જવાબદારો સામે કાર્યવાહી થઇ જોઇએ
- વળતર આપીશું આ શું યોગ્ય છેઃ શક્તિસિંહ
હરણીકાંડ LIVE UPDATE:શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનું નિવેદન
ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, મને હમણાં જ જાણવા મળ્યું છે કે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી બોટ તળાવમાં પલટી જતાં કેટલાક બાળકોના મોત થયા છે. “બચાવ કામગીરી ચાલી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય એજન્સીઓ સાથે ફાયર બ્રિગેડના જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે,” તેમણે જણાવ્યું હતું. વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ એ.બી. ગોરે જણાવ્યું હતું કે બોટમાં 27 લોકો સવાર હતા. વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અહીં પિકનિક માટે આવેલા શાળાના વિદ્યાર્થીઓને લઈને જતી બોટ બપોરના સમયે હરણી તળાવમાં પલટી ગઈ હતી.
હરણીકાંડ LIVE UPDATE: વડોદરા બોટ દુર્ઘટનામાં મોટો ખુલાસો
- પરેશ શાહ નામના ઇજારદાર પાસે હતો બોટનો કોન્ટ્રાકટ
- ઇજારદાર પરેશ શાહ મોટું માથું હોવાનું સામે આવ્યું
- પરેશ શાહે બોટનો કોન્ટ્રાકટ બીજાને આપી દીધો હતો
- PPP ધોરણે 100 ટકા પરેશ શાહના નામે ચાલતો હતો પ્રોજેક્ટ
- બોટકાંડમાં જવાબદાર અને નઘરોળ તંત્રની પણ ભૂમિકા
- ભ્રષ્ટ તંત્રે એક પણ બોટનું ઇન્સ્પેક્શન નહોતું કર્યું
- સેવ ઉસળની લારી ધારક ચલાવતો હતો બોટ
હરણીકાંડ LIVE UPDATE:મોતની પુષ્ટિ
- સકીના શેખ, મૂવાયઝા શેખના મોતની પુષ્ટિ
- ઝહાબીયા સુબેદાર અને અલીસ્બા કોઠારીના મોતની પુષ્ટિ
- વિશ્વા નિઝામા અને નેન્સી માછીના મોતની પુષ્ટિ
- આયેશા ખલીફા અને આયત મન્સુરીના મોતની પુષ્ટિ
- વિદ્યાર્થી રેહાન ખલીફાના પણ મોતની પુષ્ટિ
હરણીકાંડ LIVE UPDATE:15 માસુમ બાળકો અને 1 શિક્ષકના મોતની પુષ્ટિ
- 15 માસુમ બાળકો અને 1 શિક્ષકના મોતની પુષ્ટિ
- સ્કૂલના સંચાલકો હજુ સુધી નથી પહોંચ્યા ઘટનાસ્થળે
- NDRF ટીમ દ્વારા કરાઈ રહી છે રેસ્ક્યુ કામગીરી
- કોંગ્રેસે હરણી બોટ દુર્ઘટનાને બાળ હત્યાકાંડ ગણાવ્યો
હરણીકાંડ LIVE UPDATE:હર્ષ સંઘવી વડોદરા જવા રવાના
- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના
- જ્હાન્વી હોસ્પિટલમાં કુલ 9 ના મોત
- મનોરંજનના સાધનો બન્યા મોતનું કારણ
- એકપણ બાળકને નહોતું પહેરાવ્યું લાઈફ જેકેટ
- સમગ્ર ઘટનામાં કુલ 10ના મોતની આશંકા
આપને જણાવી દઈએ કે,કલેક્ટર તેમજ મેયર અને સ્ટેડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. વિગતો મુજબ બોટમાં 4 શિક્ષકો પણ સવાર હતા. 7 વિધાર્થીઓનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિધાર્થીઓ હોવાની પણ માહિતી સામે આવી છે.
એક પણ વિદ્યાર્થીએ લાઈફ જેકેટ ન પહેર્યાનું સામે આવ્યું છે.એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. બોટિંગ કોન્ટ્રાક્ટરે બાળકોને લાઈફ જેકેટ પણ ન આપ્યા હતા.
આ ઘટના અંગે સીએમ ભુપેન્દ્ર પટેલ ટ્વીટ કર્યું છે તેઓએ જણાવ્યું કે,વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
https://twitter.com/Bhupendrapbjp/status/1747958876123889797સળગતા સવાલ…
- હરણી તળાવ કાંડમાં જવાબદાર કોણ?
- કોની બેદરકારીને લઈ બાળકોની બોટ પલટી છે?
- કેમ પ્રશાસન ધ્યાન નથી આપતી?
- શું બોટમાં ખામીને લઈ દુર્ઘટના સર્જાઈ છે?
- શું સુરક્ષા વગર વિદ્યાર્થીઓ બોટમાં સવારી કરતા હતા?
- લાઈફ જેકેટ વગર બોટમાં જવા કોણે પરવાનગી આપી?
- માત્ર પૈસા કમાવવા પ્રશાસનને બોટ સેવા શરૂ કરી છે?
- લોકોના જીવનો કોઈ મૂલ્ય નથી?
આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ
આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ
આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા