uttarpradesh/ મુખ્તારને જેલમાં મરી જવાનો ડર કેમ હતો ?

જજને કહ્યું મોટા લોકો મારી હત્યાનું કાવતરૂ ઘડી રહ્યા છે

Top Stories India
Beginners guide to 2024 03 30T163245.781 મુખ્તારને જેલમાં મરી જવાનો ડર કેમ હતો ?

 

Uttarpradesh News : હું સતત 25 વર્ષ સુધી મઉથી વિધાનસભા સભ્ય બન્યો છું. મને રાજકીય દ્વેષને પગલે કાવતરાના ગુનાના કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. હું 2005 થી જેલમાં છું. હાલમાં બાંદા જેલમાં બંધ છું. અહીં મને 19 માર્ચની રાત્રે ખાવામાં ઝેર નાંખીને મારવાની કોશિષ કરવામાં આવી હતી.

મુખ્તાર અન્સારીએ 21 માર્ચ 2024માં મઉની એમપી-એમએલએ કોર્ટને એક પ્રાથના પત્રમાં લખ્યું હતું. આ પહેલીવાર ન હતું કે મુખ્તારને જેલમાં મારી નાંખવાનો ડર હતો. તે અને તેના પરિવારજનો પહેલા પણ કોર્ટમાં આવા આરોપ લગાવતા રહ્યા છે.

મુખ્તારનું કાર્ડિયાક એરેસ્ટથી 28 માર્ચે રાત્રે મોત નીપજ્યુ હતું. તેને બેભાનાવસ્થામાં રાત્રે 8.25 વાગ્યે દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવાયો હતો. 9 ડોક્ટરોએ તેની સારવાર કરી પણ તેને બચાવી શક્યા ન હતા.

મુખ્તારે પ્રાથના પત્રમાં લક્યું હતું કે મને ફોજદારીના એક મામલામાં 20 માર્ટે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં હાજર થવાનું હતું.મે ત્યાં એવું કહ્યું કે મને 19 માર્ચે રાત્રે ઝેર આપીને મારવાની કોશિષ બાંદા જેલ પ્રશાસને કરી હતી. તે પહેલા પણ જેલમાં જ મને બે વખત મારવાનો પ્રયાસ કરાયો હતો.

મારી હત્યાનું ષડયંત્ર માફિયા ડોન બ્રજેશસિંહ સહિત સરકારના મોટા મોથા અને અધિકારીઓ (નામ સાથે જણાવ્યું છે) એ રચ્યું હતું. સરકારે આ લોકોને હત્યા બાદ કાનૂની કાર્યવાહીથી બચાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. એક કાવતરા મુજબ જ જેલની અંદર પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ સરકારમાં જેલની અંદર એક ષડયંત્ર હેઠળ કેટલાય લોકોની હત્યા થઈ છુકી છે.

મુખ્તાર અન્સારી પહેલા પંજાબની રૂપનગર જેલમાં બંધ હતો. 6 મે 2021ને તેને બાંદા જેલમાં શિફ્ટ કરાયો હતો. તેના આરોપો બાદ જેલ પ્રશાસને મોટી કાર્યવાહી કરી હતી. એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ કાર્યવાહીને કારણે કહેવાય છે કે 14 માર્ચે ડીઆઈજી જેલ પ્રયાગરાજ રાજેશ કુમાર શ્રીવાસ્તવે મંડલ કારાગારનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં જેલર યોગેશ કુમાર, ડેપ્યુટી જેલર રાજેશ કુમાર અને અરવિંદ કુમારની કામગીરીમાં લાપરવાહી જોવા મળી હતી. ડીઆઈજીએ નિરીક્ષણ બાદ પોતાનો રિપોર્ટ સરકારને પણ મોકલ્યો હતો. ત્યારબાદ સરકારી સ્તરે જેલના ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

વરિષ્ઠ જેલ અધિક્ષક વીરેશ રાજ શર્માએ કહ્યું કે ડીઆઈજીના નિરીક્ષણમાં જોવા મળ્યું કે અધિકારીઓ જેલ મેન્યુઅલ પ્રમાણે કામ કરતા ન હતા. ખાવા સાથે સાફ સફાઈમાં અનિયમિતતા રાખવામાં આવતી હતી. તેમણે આ કાર્યવાહીને મુખ્તારના આરોપો સાથે જોડ્યા ન હતા. કહેવાય છે કે મુખ્સાતેર લગાવેલા આરોપોની તપાસ ચાલી રહી છે.

જયારથી મુખ્તાર અન્સારીને બાંદા જેલમાંથી ટ્રાન્સફર કરાયો હતો ત્યારથી અત્યારસુધીમાં લગભગ દર ત્રીજા અઠવાડિયે જેલમાં નિરીક્ષણ કરવા માટે અધિકારીઓ પહોચતા હતા. તેના પહેલા પણ બાંદા જેલ પ્રશાસન પર મુખ્તાર તરફથી આરોપો લગાવવામાં આવી રહ્. હા. પરંતુ ત્રણેય અધિકારીઓ પર કરાયેલી કાર્યવાહીને મુખ્તારના આરોપો સાથે જોડીને જોવામાં આવતી હતી. વાંદા જેલમાં સિફ્ટીંગ બાદથી મુખ્તાર અન્સારીને પોતાની હત્યાનો ડર સતાવતો હતો. એક નહી ઘણી વાર મુખ્તાર અને તેના પરિવારજનોએ કોર્ટમાં કહ્યું પણ હતું.

ડિસેમ્બર 2023 ના રોજ સુપ્રીમ કોર્ટમાં ઉમર અન્સારીએ દાખલ કરેલી અરજીમાં સુનાવણી કરવામાં આવી હતી. અરજીમાં ઉમરે તેના પિતા મુખ્તાર અન્સારીને પ્રદેશની બહાર અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. અન્સારીના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે મુખ્તારને જેલમાં કતરો છે. સિબ્બલે કોર્ટને જણાવ્યું કે મુખ્તાર અન્સારી ભાજપના વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં આરોપી છે. આ મામલામાં 8 આરોપીઓમાંથી ચારની પહેલા જ હત્યા થઈ ચુકી છે. તે સિવાય અતીક અને અશરફની હત્યાને પણ આધાર બનાવાયો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક