Not Set/ વાપી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય, 44માંથી 40 બેઠક કરી કબજે !

વાપી નગર પાલિકા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 44માંથી 40 બેઠકો પર કબજો કર્યો છે જયારે એક ભાજપ બેઠક બિનહરીફ જાહેર થઇ છે.

Top Stories Others
વાપી નગરપાલિકા ચૂંટણી

વાપી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 44માંથી 40 બેઠકો પર કબજો કર્યો છે જયારે એક ભાજપ બેઠક બિનહરીફ જાહેર થઇ છે. કોંગ્રેસ પણ સાત બેઠક પર વિજયી થયું છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ૪૩ બેઠક પર મતદાન યોજાયું હતું. જેમાં 51.87 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપનો વિજય થતાં કાર્યકર્તાઓમાં અને પાર્ટીમાં આનંદનો માહોલ છવાયેલો જોવા માટે મળી રહ્યો છે. વોર્ડ નંબર એક,બે,ત્રણ, ચાર, સાત,આઠ, નવ અને 10માં ભાજપનો વિજય થતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા માટે મળી રહ્યો છે.

ગત વખતે યોજાયેલી ચૂંટણીના પરિણામ મુજબ જ આ વર્ષે પરિણામ આવ્યું છે. ગતવર્ષે પણ કોંગ્રેસ અને આપ સત્તા આંચકી શકી ન હતી અને કોંગ્રેસને ત્રણ બેઠક જીતી સંતોષ માનવો પડ્યો હતો.