મુલાકાત/ PM મોદીએ તમિલનાડુને આપી આ મોટી ભેટ, જાણો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુને રૂ. 31,530 કરોડના પ્રોજેક્ટ ભેટમાં આપ્યા. ચેન્નાઈ પહોંચેલા પીએમ મોદીની એક ઝલક મેળવવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

Top Stories India
1 4 11 PM મોદીએ તમિલનાડુને આપી આ મોટી ભેટ, જાણો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુને રૂ. 31,530 કરોડના પ્રોજેક્ટ ભેટમાં આપ્યા. ચેન્નાઈ પહોંચેલા પીએમ મોદીની એક ઝલક મેળવવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જયારે આ પ્રોજેક્ટ્સ દ્વારા ચેન્નાઈ એગ્મોર સહિત 5 રેલ્વે સ્ટેશનોને કાયાકલ્પ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રૂ. 31,530 કરોડના માળખાકીય પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. જેમાં રેલ્વે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પેટ્રોલિયમ પાઈપલાઈન અને હાઉસીંગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે 262 KM ફોર લેન એક્સપ્રેસ વેનો પ્રારંભ કર્યો છે. તેની કિંમત લગભગ 14872 કરોડ રૂપિયા છે.જયારે પ્રધાનમંત્રીએ દક્ષિણ રેલવેના પાંચ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 1688 કરોડના કુલ પ્રોજેક્ટ ખર્ચમાંથી રૂ. 840 કરોડ ચેન્નાઈ એગ્નોર સ્ટેશન પર ખર્ચવાના છે. આ 114 વર્ષ જૂનું હેરિટેજ બિલ્ડિંગ સ્ટેશન છે. આ બિલ્ડીંગની નજીક જ નવા અને આધુનિક પ્રકારનું બિલ્ડીંગ બનાવવામાં આવશે. નવી ઈમારતની કલર થીમ હેરિટેજ ઈમારત જેવી જ હશે, પરંતુ બંને ઈમારતો પોતપોતાના સમયની આધુનિકતાની સાક્ષી આપશે.

ચેન્નાઈ એગ્મોર, જે ‘ધ ગેટવે ટુ સાઉથ’ તરીકે જાણીતું છે, તે દક્ષિણ રેલ્વેનું બીજું સૌથી મોટું ટર્મિનલ છે. રેલ્વે સ્ટેશન ઉપનગરીય, મેટ્રો અને MRTS માટે મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે સેવા આપશે ઉપરાંત તેને સંપૂર્ણપણે વિકલાંગોને અનુકૂળ બનાવશે. આ ઉપરાંત દક્ષિણ રેલવેએ કુલ રૂ. 1688 કરોડના ખર્ચે પાંચ મોટા સ્ટેશનોના પુનઃવિકાસનું કામ હાથ ધર્યું છે. જેમાં  ચેન્નાઈ એગમોર, મદુરાઈ જંકશન, કટપડી જંકશન,  રામેશ્વરમ, કન્યાકુમારીનો સમાવેશ થાય છે.

આ તમામ સ્ટેશનો પર અદ્યતન પેસેન્જર સુવિધાઓ, સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક આંતરિક ડિઝાઇન, એમ્બિયન્સ, સુંદર ફ્રન્ટ લેન્ડસ્કેપિંગ, ઇન્ટર-મોડલ સુલભતા, એરપોર્ટ જેવી લાઇટિંગ અને પાર્કિંગ સુવિધાઓ હશે. આ આધુનિક સુવિધાઓ 40 વર્ષની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું વચન આપે છે. આમાં, મુસાફરોની અવરજવરને અલગ-અલગ કોરિડોર દ્વારા સરળ બનાવવામાં આવી રહી છે. સુંદરતાના દૃષ્ટિકોણથી તૈયાર કરાયેલા સ્ટેશનમાં શ્રેષ્ઠ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ કેટેગરીના વાહનો અને રાહદારીઓની વ્યવસ્થિત અવરજવર માટે અલગ પાર્કિંગની જગ્યા બનાવવામાં આવી છે.

એસ્કેલેટર, લિફ્ટ, દાદર, સ્કાયવૉક દ્વારા તમામ પ્લેટફોર્મ સુધી પહોંચવાની સુવિધા આપવામાં આવી છે. વેઇટિંગ રૂમ, વિકલાંગ-મૈત્રીપૂર્ણ આધુનિક સ્ટેશનો, કાર્યક્ષમ પાણી અને ઉર્જા વ્યવસ્થાપન પગલાં, ટ્રેન હેન્ડલિંગ સુવિધાઓ અને મુસાફરોની સુવિધાઓનો સ્પષ્ટ વિભાજન છે.