મોટા સમાચાર/ હાલોલમાં GIDCમાં દીવાલ ધરાશાયી થાય ચાર બાળકો મોત

દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા હતા જેમાંથી 4 બાળકોના મોત થયા છે. 2 મહિલા સહિત 4 લોકો સારવાર હેઠળ છે.

Top Stories Gujarat Others

રાજ્યમાં હાલ ચોમાસું જામી ગયું છે. અનેક જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે આવમાં અનેક જગ્યાએ ઈમારત ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે એવામાં હાલોલથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ GIDCમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. હાલ આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, દિવાલ ધરાશાયી થતા 8 લોકો દટાયા હતા જેમાંથી 4 બાળકોના મોત થયા છે. જયારે 2 મહિલા સહિત 4 લોકો સારવાર હેઠળ છે.

GIDCની દીવાલ પાસેથી વરસાદી પાણી વહી રહ્યું હતું અને અચાનક દીવાલ તૂટી પડવાની ઘટના બની હતી. આ સમયે ત્યાં રહેલા પરિવારો દીવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દીવાલના કાટમાળ નીચે દટાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ 4 બાળકોના જીવ બચાવી શક્યા નહોતા.જે પરિવારના સભ્યો ભોગ બન્યા છે તેઓ મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે હાલોલ આવ્યા હતા. બે મહિલા સહિત જે ચાર લોકો ઘાયલ છે તેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને જરુરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક ગામડાંઓ અને શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે રહેશે વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો

આ પણ વાંચો:સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી

આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

આ પણ વાંચો:ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

આ પણ વાંચો:વિજય રૂપાણી અને નીતિન પટેલ જઈ શકે છે રાજ્યસભા, જયશંકરને ગુજરાતમાંથી વધુ એક તક