ગુજરાત/ રાજ્યમાં 24 કલાકમાં આટલા લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ, ડરાવી રહ્યો છે આંકડો

રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના સતત કેસ વધી રહ્યાં છે. હાર્ટ અટેકના કારણે મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ નાની વયે હાર્ટ અટેકના કેસ સાથે મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 10 21T163650.736 રાજ્યમાં 24 કલાકમાં આટલા લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ, ડરાવી રહ્યો છે આંકડો

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાર્ટ એટેકથી વધુ 3ના મોત નીપજ્યા છે.રામનગર ગામના 72 વર્ષીય વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત થયું છે.વેલજી કણજારિયા નામના વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત થયું છે. મોટા આંબલાના 31 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. આતિમ બશિર સંઘાર નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.દ્વારકામાં 52 વર્ષીય ભિક્ષુકનું યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકુમાર સોલંકી નામના ભિક્ષુકનું યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. જીલ્લામાં છેલ્લા 4 દિવસમાં હાર્ટ એટેકથી કુલ 5 લોકોના મોત થયા છે.

અમદાવાદમાં ગરબે ઘૂમતા યુવકનું મોત

અમદાવાદના હાથીજણમાં ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે  મોત નિપજ્યુ હતું.અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોત 

વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાક માં બે વ્યકિઓના હાર્ટ એટેકથી મોત થયા છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષિય જગદીશ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. જગદીશ પરમાર રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. તો બીજી તરફ વડોદરામાં જ હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શંકર રાણા ગરબાની મોજ માણી રહ્યા હતા દરમિયાન ગરબે ઘૂમતા તે અચાનક ઢળી પડ્યાં હતા. તેમની સ્થિતિને જોતા તાબડતોબ તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. જો કે દુર્ભાગ્યવશ તેમને બચાવી ન શકાયા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.

રાજકોટમાં યુવકનું કરુણ મોત 

રાજકોટ શહેરમાં પોપટરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન અચાનક હ્રદયરોગનો હુમલો આવતા સવાઈસિંહ હાલાજી નામના જવાનનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત શહેરના રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર જયેશ ઝાલાવડિયા ઘરે અચાનક બેભાન થતા પડી ગયા હતા જેને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

કપડવંજમાં યુવકનું હાર્ટ એટેકથી મોત

ખેડાના કપડવંજમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ખેડાના કપડવંજ ખાતે રહેતા વીર શાહ નામનો યુવક છઠ્ઠા નોરતે ગરબા રમી રહ્યો હતો, ત્યારે ગરબા રમતા રમતા અચાનક નાકમાંથી લોહી નીકળ્યું છે. જેથી વીર શાહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર અપાય તે પહેલા જ હાર્ટ એટેકથી તેનું મોત નિપજ્યું હતું. એકના એક દિકરાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.

ખેલૈયાઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ

રાજ્યમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી થતા મોત વધી રહ્યા હોવાથી ખેલૈયાઓ માટે એક ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં ગરબા રમતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 40 વર્ષથી વધુ ઉંમરના તેમજ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગાઈડલાઈનમાં મહત્વની સૂચના આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 રાજ્યમાં 24 કલાકમાં આટલા લોકોનો હાર્ટ એટેકે લીધો ભોગ, ડરાવી રહ્યો છે આંકડો


આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

આ પણ વાંચો:લોજિસ્ટિક્સ ઇન્ડેક્સમાં અગ્રેસર ગુજરાત દેશના કાર્ગો હેન્ડલિંગમાં આપે છે 39 ટકા યોગદાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ