રાજકોટઃ રંગરંગીલું રાજકોટ હવે સૌરાષ્ટ્રનું હાર્ટએટેક કેપિટલ બની ગયું છે. રાજકોટનું આજે વધુ એક મોત થતા મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા અધિકારીનું મોત થયું છે. ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા તેનું મોત થયું હતું.
સવાઇસિંહ હાલાજી સોઢા નામના કર્મચારીનું હાર્ટએટેકના લીધે મોત થયું છે. તેઓનું ફરજ પર જ નિધન થયું છે. મૃતક મૂળ નખત્રાણા પંથકના વતની હતા. બોર્ડર વિંગ બટાલિયન ટુમાં સી કંપનીમાં ફરજ બજાવતા હતા.
રાજકોટમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યુ છે અને તેના લીધે 44 વર્ષીય બિલ્ડરનું મોત થયું હતું. રૈયા રોડ પરના અમૃતાપ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર 44 વર્ષીય જયેશ ઝાલાવાડિયાનું હાર્ટએટેકના લીધે નિધન થયું છે. તેઓ સવારે સાત વાગે ઘરે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. બિલ્ડરને હોસ્પિટલ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
રાજકોટમાં દરરોજે જે રીતે લોકોના મોત થઈ રહ્યા છે તે જોતા રાજકોટ સૌરાષ્ટ્રવાસીઓમાં હાર્ટએટેકની રાજધાની બની ગયું છે. હસતા,રમતા, ચાલતા, નાચતા, કૂદતા, કામ કરતાં, ગાતાં-ગાતા લોકો મૃત્યુ પામી રહ્યા છે.
રાજકોટમાં આમ છેલ્લા 24 કલાકમાં બેના મોત થયા છે. આ પહેલા સમારકામ કરનારા યુવાનનું જ હૃદય બગડતા તેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાજકોટના ધોરાજીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઈ સોનકારનું અચાનક હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. આશુકુમાર સોનકારની ઉંમર 28 વર્ષ હતી. આ યુવક ભાદર ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો અને તે કામ કરતા-કરતા અચાનક જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ડોક્ટરો તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
આ પણ વાંચોઃ Surat-Heart Attack/ સુરતમાં ગરબા રમતા-રમતાં 26 વર્ષીય યુવાનનું મોત
આ પણ વાંચોઃ Agriculture Minister/ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર, ખેડૂતો માટે શું બોલ્યા
આ પણ વાંચોઃ Rajkot-Builder-Heartattack/ રાજકોટ સૌરાષ્ટ્રની હાર્ટએટેકની રાજધાનીઃ 44 વર્ષીય બિલ્ડરનું મોત

