સુરતઃ રાજ્યમાં કોરોના પછી હૃદયને લગતી તકલીફો વધી છે. લોકોને હૃદય દગો દઈ રહ્યુ છે. સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના બનતા ગરબે રમતા 26 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ ઘટના સુરતમાં પલસાણા વિસ્તારની સર્વોદય સોસાયટીમાં ગઇકાલે રાત્રે બની હતી. યુવાન ગરબા રમતા-રમતા ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવાનનું આટલી નાની વયે નિધન થતાં તેનો સમગ્ર પરિવાર હતપ્રભ થઈ ગયો છે, કુટુંબ દિગ્મૂઢ છે. ત્યાંની સમગ્ર સોસાયટી અને તેમનો સમાજ અવાચક છે. કુટુંબનો કુળદીપક અચાનક જ બુઝાઈ જતાં માના આંખમાંથી આંસુ સૂકાતા નથી.
આ પહેલા સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું હતું. આ યુવાન રાત્રે સૂઈ રહ્યો હતો પછી તે ઉઠયો જ ન હતો. તે હજીરા કંપનીમાં કામ કરતો હતો. તે કંપનીમાં ડ્રાઇવર હતો અને તેનું નામ રાજકુમાર શાહુ છે.
હજીરાની કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો રાજકુમાર શાહુ કંપનીના ગેટની બહાર સૂઈ ગયો હતો. સવારને સમયે તે મૃત્યુ પામેલી હાલતમાં મળ્યો હતો. તેનું મોત મહદઅંશે હાર્ટએટેકથી થયું હોવાનું મનાય છે. મૃતક ડ્રાઇવર રાજકુમાર શાહુ બે બાળકોનો પિતા છે. આમ હાર્ટએટેકના લીધે એક પરિવાર નોંધારો બની ગયો છે. મૃતક તેના કુટુંબનો એકમાત્ર કમાનાર આધાર હતો.
આમ હાર્ટએટેકના વધતા જતા બનાવના લીધે રાજ્યના આરોગ્ય નિષ્ણાતો ચિંતિત થઈ ઉઠ્યા છે. સરકારના આરોગ્ય વિભાગે પણ આ અંગે સઘન ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રકારના દરેક કિસ્સાનો ટ્રેક રાખીને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચોઃ Akasa Air/ મારા બેગમાં બોમ્બ છે…પેસેન્જરે આટલું કહેતાં જ હજારો ફૂટ ઉપર ઉડતી ફ્લાઈટમાં હડકંપ
આ પણ વાંચોઃ Rapid Rail/ જાણો રેપિડ રેલ દિલ્હી મેટ્રોથી કઈ રીતે અલગ છે, કેટલી છે વિશેષતાઓ
આ પણ વાંચોઃ Israel Hamas War/ યુદ્ધ વચ્ચે રશિયાએ હમાસ સાથે આ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરી

