ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે બંન્ને મુખ્યરાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસ સક્રિય બન્યા છે. કોરોના સંક્રમણ ઘટતાની સાથે જ હવે રાજકીયપક્ષમાં ચૂંટણી રણનીતિ ઘડવા માટેનો ધમધમાટ શરૂ થયો છે.
ગુજરાતમાં હવે કોરોના સંક્રમણ સતત ઘટતું જાય છે. કોરોના સંક્રમણ ઘટતાં સરકાર અને વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો છે. દરમિયાન વર્ષ-2022ની વિધાનસભાની ચૂંટણી માટે મુખ્ય બે રાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂર્વતૈયારી શરૂ થઇ ગઇ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં છે. દરમિયાન તેઓએ ગુજરાતની છેલ્લી રાજકીયસ્થિતિની સમીક્ષા કરી છે.
આ પણ વાંચો :વડોદરામાં નશામાં ધુત યુવક મિત્રએ દુષ્કર્મ આચરતા 19 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત
સરકાર અને સંગઠનના નેતા સાથે મિટીંગ યોજી છે. છેલ્લા ઘણા સમયથી રાજકીય ગતિવિધિ સ્થગિત થઇ છે ત્યારે હવે ગુજરાત સંગઠનના માળખાને સુદ્રઢ કરવા ભાજપ પ્રભારીની ભૂમિકા નિર્ણાયક રહેશે.જો કે ભાજપ દ્વારા કોરોના ત્રીજી લહેર અંગે માર્ગદર્શન અને પૂર્વ તૈયારીની સમીક્ષા કરીને ત્રીજી લહેરમાં વધુ ને વધુ રસીકરણ વેગવાન બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી અને યુવાનેતા હાર્દિક પટેલ સહિતના નેતાએ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરી છે. લાંબા સમયથી શુષ્ક રહેલા કોંગ્રેસપક્ષમાં પ્રાણ પૂરવા નેતાઓને સક્રિય કરવા કોંગ્રેસ હાઇખમાન્ડે નેતાને ઇજન આપ્યું છે.
આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક, વેપારીઓ માટે પણ રસીકરણ અભિયાન બનાવાયું સખ્ત
ગુજરાત કોંગ્રેસે આજે પેટ્રોલ-ડિઝલ ભાવ વધારા સહિત આંદોલન છેડ્યું છે. કોંગ્રેસની આંતરિક વાત કરીએ તો ખુદ પ્રદેશ પ્રમુખ સામે જ વિરોધના ઉઠેલા સૂરે પ્રમુખ અને વિપક્ષના નેતા બદદલવા સુધીની હિલચાલ શરૂ થઇ છે. ત્યારે કોંગ્રેસ વિધાનસભાપક્ષના નેતામા પરિવર્તનના એંધાણ વર્તાઇ રહ્યા છે.
દરમિયાન ભાજપમા પણ સંગઠનના માળખામાં ટૂંક સમયમાં ફેરફાર થવાના સંકેત તોળાઇ રહ્યા છે. અંતે ભાજપ કે કોંગ્રેસ બંન્ને રાજકીયપક્ષ દ્વારા રાજકીય કવાયતનો આરંભ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હજી રાજકીય ગતિવિધિ તેજ બનશે અને ભાજપ કોંગ્રેસ સાથે આપ પણ આગામી 2022 વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો :ડાયરેક્ટર આયશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહ કેસ, કોવિડ વિશે જુઠાણું ફેલાવાનો આરોપ
