બે દિવસ પહેલા ગેરકાયદેસર બાંધકામ અંગે રાજકોટના ધારાસભ્ય પર આક્ષેપ કરવામાં આવ્યો હતો એ પછી રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારના વોર્ડ નં.5માં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે આજે મનપા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ કાફલા સાથે બૂલડોઝરોએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. બે દિવસ પહેલા જ સોમનાથ સોસાયટીમાં રહેતો કાકડિયા પરિવાર જાન સાથે કોર્પોરેશનમાં ધારાસભ્ય રૈયાણી મકાન ન પડે તે માટે 10 લાખ રૂપિયાની માંગ કરતા હોય તેવી અરજી સાથે રજૂઆત કરી હતી.
આથી આજે મનપાએ રૈયાણીના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા ડિમોલિશન હાથ ધર્યું છે. જેમાં સમાકાંઠે પટેલ પાર્કમાં ત્રણ સૂચિત દુકાનો સંપૂર્ણ બની ગઈ, જે તોડવામાં આવી હતી. સામાકાંઠે કાયદેસર જગ્યામાં ગેરકાયદેસર કોર્મશિયલ બાંધકામ બેફામ રીતે વધી રહ્યાં છે.તે દુર કરવા માટે મહાનગરપાલિકાની ટી,પી શાખાએ આજે પેડક રોડ અભિયાન હાથ ધર્યું છે.