Viral Video/ આ વૃદ્ધનો બાઇક ચલાવાનો અંદાજ જોઈ તમે પણ થઈ જશો દંગ, જુઓ વીડિયો

એક દાદા સફેદ કુર્તા-પાયજામામાં અને ગળામાં શાલ લપેટીને મોટરસાઇકલ ચલાવતા જોઈ શકાય છે. પરંતુ તેમની બાઇક ચલાવવાની સ્ટાઈલ ખૂબ જ વિચિત્ર છે,

Videos
બાઇક

તમે ફિલ્મોમાં ઘણા પ્રકારના સ્ટંટ જોયા જ હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં બાઇક પર સ્ટંટ કરવા ખતરનાક સાબિત થઈ શકે છે. આવો જ એક વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમને પણ નવાઈ લાગશે. આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ બાઇક પર અદ્ભુત પરાક્રમ કરતા જોવા મળે છે. તેમનો ઉત્સાહ જોઈને લોકોના મોં ખુલ્લા રહી ગયા છે.

આ પણ વાંચો :રમતા રમતા અચાનક સ્વિમિંગ પુલમાં પડી ગઈ બાળકી, પછી જે થયું તેને જોઈને તમારા..

વીડિયો ક્લિપમાં, એક દાદા સફેદ કુર્તા-પાયજામામાં અને ગળામાં શાલ લપેટીને મોટરસાઇકલ ચલાવતા જોઈ શકાય છે. પરંતુ તેમની બાઇક ચલાવવાની સ્ટાઈલ ખૂબ જ વિચિત્ર છે, જેના કારણે આ વીડિયો પણ  વાયરલ થયો છે. હકીકતમાં, ચાલતી બાઇકનું હેન્ડલ છોડીને, તેઑ બલ્લે-બલ્લે સ્ટાઈલમાં હવામાં બંને હાથ ઉંચા કરીને વારંવાર સીટ પર ઊભો થઈ રહ્યા છે. અંતે, તે બાઇકની સીટ પર સૂઈ જાય છે. જનતા આ વીડિયો જોઈને  ચોંકી ગયા છે અને કહી રહ્યા છે કે ભાઈ, આટલી ઉંમરમાં હિંમત અને ફૂર્તિ કેવી રીતે?

https://www.instagram.com/reel/CYmr2JdDjIl/?utm_source=ig_web_copy_link

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર yourenaturegram નામના હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર  સુધીમાં 11 લાખથી વધુ લાઈક્સ અને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો ભારતનો છે, પરંતુ ક્લિપમાં  જોવા મળેલા દાદા ક્યાના છે અને કોણ છે, તેની હાલ પુષ્ટિ થઈ નથી. જો કે, લોકો દાદાના સ્વેગના પ્રેમમાં  પડી રહ્યા છે ત્યારે ઘણા લોકો એવી પણ ચિંતા કરી રહ્યા છે કે જો આવા સ્ટંટ કરતી વખતે અકસ્માત થાય તો મામલો ગંભીર બની શકે છે.

આવા સ્ટંટને નહીં કરશો પ્રોત્સાહિત…

અમે આવા ખતરનાક વીડિયોમાં પ્રચાર કરતા નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવા ખતરનાક સ્ટંટ માટે લોકો પહેલાથી જ પ્રશિક્ષિત છે. આવા સ્ટંટ કરવાનું ટાળો.

આ પણ વાંચો :ફ્રીજમાંથી મળ્યું વ્યક્તિનું કપાયેલું માથું, પછી જે થયું… જુઓ આ ભયંકર વીડિયો

આ પણ વાંચો :વીડિયોમાં કેદ થઈ પોલીસકર્મીની શરમજનક ઘટના, હાથ જોડીને ઊભેલા વૃદ્ધને મારી લાત અને કહ્યું…

આ પણ વાંચો :રોયલ સ્ટાઈલમાં નેશનલ હાઇવે ફરતો જોવા મળ્યો વાઘ, જુઓ આ ચોંકાવનારો વીડિયો

આ પણ વાંચો :રીંછના ઘેરામાં માતાએ ફેંકી દીકરીને, પછી જે થયું તે જોઈને તમે પણ થરથર કંપી ઉઠશો