INDIAN NAVY/ ભારત નૈાસોનાને મળ્યું એન્ટી સબમરીન P-81 વિમાન

ભારતીય નૌસેનાને યુએસ કંપની બોઇંગ તરફથી 11 મો એન્ટી સબમરીન P-8I વિમાન પ્રાપ્ત થયું છે. સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી

Top Stories
NAVY 1 ભારત નૈાસોનાને મળ્યું એન્ટી સબમરીન P-81 વિમાન

ભારતીય નૌસેનાને યુએસ કંપની બોઇંગ તરફથી 11 મો એન્ટી સબમરીન P-8I વિમાન પ્રાપ્ત થયું છે. સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે અગાઉ 2009 માં આઠ P-8I વિમાનો માટે કરાર કર્યો હતો. બાદમાં, 2016 માં કરાર વધાર્યો હતો આ કરારમાં ચાર વધારાના P-8I વિમાનો માટે સોદા થયા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ચાર વધારાના વિમાનો માટે 2016 ના સોદાના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રાપ્ત થયા છે આ ત્રીજું વિમાન છે.” ઉત્કૃષ્ટ દરિયાઇ રિકોનિસન્સ અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાથી સજ્જ આ વિમાનને આપત્તિ રાહત અને માનવતાવાદી કામગીરીમાં મદદ માટે પણ તૈનાત કરવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે

ભારતીય નૌસેનાને ગયા વર્ષે નવેમ્બરમાં નવમું P-8I વિમાન અને આ વર્ષે જુલાઈમાં 10 મો P-8I વિમાન પ્રાપ્ત થયું હતું. નિવેદનમાં જણાવાયું છે કે રિકોનિસન્સ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળના કાફલાનો અભિન્ન ભાગ છે અને 2013 માં તેના સમાવેશ બાદ 30,000 કલાકથી વધુ ઉડાન ભરી છે.