નિધન/ કોરોના એ જાણીતા જાદુગર જુનિયર કે.લાલનો લીધો ભોગ

દેશમાં કોરોનાનો અજગર ભરડો જોવા મળી રહ્યો છે જ્યારે ગુજરાતમાં કોરોના ભયંકર રીતે વકરી રહ્યો છે. રોજ નવા રેકોર્ડબ્રેક આંકડા આવી રહ્યાં છે. ત્યારે અન્ય એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે કે, જુનિયર કે.લાલ એટલે કે જાણીતા જાદુગર હર્ષદરાવ

Top Stories Gujarat
klal કોરોના એ જાણીતા જાદુગર જુનિયર કે.લાલનો લીધો ભોગ

દેશમાં કોરોનાનો અજગર ભરડો જોવા મળી રહ્યો છે જ્યારે ગુજરાતમાં કોરોના ભયંકર રીતે વકરી રહ્યો છે. રોજ નવા રેકોર્ડબ્રેક આંકડા આવી રહ્યાં છે. ત્યારે અન્ય એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે કે, જુનિયર કે.લાલ એટલે કે જાણીતા જાદુગર હર્ષદરાવ વોરાનું (Junior K. Lal) કોરોનાને (Coronavirus) કારણે અવસાન થયું છે. બાવીસ વર્ષની ઉંમરેથી હર્ષદભાઈ એટલે કે જુનિયર કે.લાલ જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી.

K.Lal to hold international magicians meet in Ahmedabad | DeshGujarat

ગુજરાતનાં બાળકો આખું વર્ષ વેકેશન પડે તેની રાહ જોતા હતા કારણ કે વેકેશનમાં તેમને કે.લાલના જુનિયર કે લાલના જાદુના શો જોવા મળતા હતા. કે.લાલ અને જુનિયર કે.લાલ જાદુગર તરીકે એટલા પ્રસિદ્ધ હતા કે જાદુના શોનો બીજો પર્યાય કે. લાલ થયો હતો. જુનિયર કે.લાલના અવસાનને કારણે ગુજરાતીઓમાં શોકની લાગણી છવાઇ છે.

K. Lal & K. Lal (Jr.) – SIDDHARTH IYER

પુત્રના લક્ષણ પારણામાંથી એ ન્યાયે નાનપણથી જ તેઓને જાદુ પ્રત્યે અનેરો લગાવ હતો. પરંતુ જુનિયર કે. લાલને તેમના માતાપિતા જાદુના ક્ષેત્રમાં લાવવા માંગતા ન હતા. બહું ઓછા લોકોને ખબર હશે કે, જુનિયર કે.લાલ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા.એ બાબતે અત્રે ઉલ્લેખનીય છે કેરવિવરે અન્ય એક ગુજરાતી કવિ-પત્રકાર, શાયર અને જીંદાદીલ ઇન્સાન જનાબ ખલીલ ધનતેજવીનું પણ દુ:ખદ નિધન થયું છે. તેઓ સારવાર લઈ રહ્યા દરમિયાન શ્વાસની તકલીફ થતા 82 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ખલીલ ધનતેજવીની અનેક ગઝલો, કવિતાઓ, શાયરી રાજ્યની કેટલીય પેઢીને કંઠસ્થ છે. આજે તેમના નિધનના પગલે સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે.

K Lal and his Chamber of Secrets

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…