Not Set/ આ જીલ્લાનાં નાયબ મામલતદારનું કોરોનાથી મોત, આહીંનાં કાર્યપાલક ઇજનેર અને પ્રાંત અધિકારી ચડ્યા ઝપેટે

ગુજરાતમાં કોરોનાનો કહેર બેકાબૂ રીતે જોવામાં આવી રહ્યો છે, અને સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ ઘાતક રીતે આગળ વધી રહ્યું છે. કોરોના કોઇ પણ પ્રસરવનો મોકો ચૂકતો નથી

Others
asdq 12 આ જીલ્લાનાં નાયબ મામલતદારનું કોરોનાથી મોત, આહીંનાં કાર્યપાલક ઇજનેર અને પ્રાંત અધિકારી ચડ્યા ઝપેટે

ગુજરાતમાં કોરોનાનો કહેર બેકાબૂ રીતે જોવામાં આવી રહ્યો છે, અને સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ ઘાતક રીતે આગળ વધી રહ્યું છે. કોરોના કોઇ પણ પ્રસરવનો મોકો ચૂકતો નથી અને આ વાત લાબા સમયથી વિદિત છે. કોરોનાની ઝપેટમાં અનેક સરકારી કર્મચારીઓ પણ આવી રહ્યા છે. ત્યારે ફરી સરકારનાં ઉચ્ચ અધિકારીઓ પર કોરોનાએ કહેર વરસાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

જી હા, બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનો કેર યથાવત જોવામાં આવી રહ્યો છે. બનાસનાં લાખણીના નાયબ મામલતદારનું કોરોનાનાં કારણે નિધન થયાનાં દુખદ સમાચાર સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 દિવસથી લાખણીના નાયબ મામલતદાર પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. નાયબ મામલતદારના મોતથી લાખણી પંથકમાં શોકનો માહોલ જોવામા આવી રહ્યો છે.

સાથે સાથે જો વાત કરવામાં આવે સરકારી અઘિકારીની કોરોનાની ઝપેટમાં ચડ્યાની, તો  દ્વારકા જીલ્લા પંચાયતમાં કોરોના વકર્યો હોય, દ્વારકાનાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુધીર મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આવી જ હાલ છે ચોટીલાની, ચોટીલાના પ્રાંત અધિકારી પણ કોરોના સંક્રમિત થયા છે.  આર.બી. અંગારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને હોમ આઈસોલેશન કરી  સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આ તમામ અધિકારીઓનાં સંપર્કમાં આવનારને પણ સંલગ્ન તંત્રએ કોરોના ટેસ્ટ કરવાની અપીલ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…