ગાંધીનગર/ સચિવાલયના ગેટ આગળ વિદ્યા સહાયકોનો હલ્લા બોલ, સ્થાનિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઇ

સચિવાલય ગેટ નં ૪ ઉપર આંદોલનકારીઓ એ હલ્લા બોલ કરી પ્રવેશ કરતાં તાત્કાલિક ગેટ બંધ કરી ૧૫૦ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
coral gemstone astrology 7 સચિવાલયના ગેટ આગળ વિદ્યા સહાયકોનો હલ્લા બોલ, સ્થાનિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઇ
  • વિદ્યાસહાયકો ના આંદોલન નો આજે 16 મો દિવસ
  • વિદ્યા સહાયકો દ્વારા તેમની માંગણી ઓ મુદ્દદે વિરોધ અને ધરણા પ્રદર્શન
  • સચિવાલય ના ગેટ નંબર -૪ આગળ વિદ્યા સહાયકો નો હલ્લા બોલ
  • સુત્રોચાર સાથે કાર્ય દેખાવો
  • સ્થાનિક પોલીસ દ્વારા તમામ ની અટકાયત કરાઇ

ગુજરાત રાજ્યમાં ગાંધીનગર રાજકીયની સાથે આંદોલનકરીઓનું પણ પાટનગર બની રહ્યું છે. વિવિધ સમાજ હોય કે વિધાર્થીઓને યુનિયન દરેક પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરમાં દેખાવો અને ધરણા કરવા માટે  હોટ ફેવરીટ સ્થળ બની ગયું છે.  ત્યારે રાજ્યભરના વિદ્યા સહાયકો છેલ્લા ૧૬ દિવસથી ગાંધીનગર ખાતે પોતાની માંગણી ને લઇ આંદોલન પર બેઠા છે. દિવસે ને દિવસે આ વિધા સહાયકોનું આંદોલન પ્રબળ બની રહ્યું છે.

અત્રે નોધનીય છે કે આ આંદોલનને સમર્થન આપતા વિધાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા ની પણ અટકાયત કરવામાં આવી છે. સે.27 એસ.પી.કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે.

સચિવાલય બહાર વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોનો પ્રબળ વિરોધ પ્રદર્શન થતાં ગાંધીનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો બીજી તરફ સચિવાલય ગેટ નં ૪ ઉપર આંદોલનકારીઓ એ હલ્લા બોલ કરી પ્રવેશ કરતાં તાત્કાલિક ગેટ બંધ કરી ૧૫૦ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ પકડથી બચવા માટે વિદ્યાસહાયકોએ રાષ્ટ્રગાન કરી પોલીસ પકડથી બચાવવા પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનીય છે કે અચાનક દોઢસોથી વધુ આંદોલન કાર્યો સચિવાલય ગેટ ઉપર આવી જતાં ગાંધીનગર પોલીસ પણ ભર બપોરે દોડતી થઇ ગઇ હતી અને તમામ આંદોલનકારીઓની અટકાયત કરી હતી.

આ દરમિયાન કેટલીક મહિલા ઉમેદવારો પોતાના બાળકો સાથે આંદોલનમાં જોડાઈ હતી ત્યારે મહિલા પોલીસે તેવા ઉમેદવારોની અટકાયત કરી ન હતી અને જવા દીધા હતા ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અચાનક ઉગ્ર બનેલા આ આંદોલનને ઠારવા માટે ગાંધીનગર પોલીસે ત્રણ પોલીસ બસ ભરીને આંદોલનકારીઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે વિદ્યાસહાયકોની ૩,૩૦૦ ખાલી જગ્યાની જાહેરાત કરી છે, પરંતુ રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું ટેટ(ટીઈટી) પાસે ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખી વિદ્યાસહાયક ઉમેદવારોએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. વહેલી સવારથી જ જિલ્લાભરમાંથી સોમવારે ટેટ પાસ ઉમેદવારો આક્રમક મૂડમાં ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા, જેમાં મહિલાઓ પોતાનાં બાળકો સાથે વિરોધ કરવા પહોંચી હતી

ચૈત્ર નવરાત્રી / આ મંદિરમાં બિરાજે છે મસ્તક વિનાની દેવી, અહીંનો ઈતિહાસ 6 હજાર વર્ષ જૂનો છે, પરંપરા છે ચોંકાવનારી

આસ્થા / 7 એપ્રિલે મંગળ  કુંભ રાશિમાં પ્રવેશ કરશે, આ 3 રાશિઓને સૌથી વધુ નુકસાન થઈ શકે છે

Life Management / જ્યારે હોડી તોફાનમાં ફસાઈ ગઈ, પંડિતજીને લાગ્યું કે મૃત્યુ નજીક છે, ત્યારે જ એક ચમત્કારે તેમને બચાવ્યા