Khambhat/ લાંચના કેસમાં તારાપુરના તત્કાલીન પીએસઆઈ અને કોન્સ્ટેબલને 3 વર્ષની સજા

ઝઘડાના કેસમાં નામ કાઢી નાંખવા 25 હજારની લાંચ લેતા ઝડપાયા હતા

Gujarat
Beginners guide to 38 1 લાંચના કેસમાં તારાપુરના તત્કાલીન પીએસઆઈ અને કોન્સ્ટેબલને 3 વર્ષની સજા

 

Gujarat News : ઝઘડાના એક કેસમાં ફરિયાદીનું નામ કાઢી નાંખવા માટે રૂ. 25,000 ની લાંચ લેવાના કેસમાં આણંદના તારાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પ્રો.પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને  ખંભાત સેસન્સ કોર્ટે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ખંભાત સેસન્સ કોર્ટે આ કેસમાં તારાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પ્રો.પીએસઆઈ પ્રકાશકુમાર એસ.ગોસ્વામી અને કોન્સ્ટેબલ રમેશ ડી.મકવાણાને ત્રણ વર્ષની સખત કેદ તથા પાંચ હજારના દંડની સજા ફટકારી હતી. તે સિવાય દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત અન્ય કલમો હેઠળ એક વર્ષની સખત કેદ અને પાંચ હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ બે માસની સજા ફટકારી હતી.

આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીને તેના સાઢુભાઈ સાથે ઝઘડો થયો હતો. જે બાબતે તારાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદીનું નામ કાઢી નાંખવા માટે ઉપરોક્ત બન્ને આરોપીઓએ રૂ. 50,000 ની લાંચ માંગી હતી. જોકે રકઝડ બાદ આ રકમ ઘટાડીને રૂ. 25,000 નક્કી કરવામાં આવી હતી.

બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છટકુ ગોઠવ્યું હતું. જેમાં આરોપી પ્રકાશ ગોસ્વામીએ મોબાઈલતી લાંચના નાંણા આરોપી રમેશ મકવાણાને આપી દેવા કહ્યું હતું. જેમાં પ્રકાશ મકવાણા લાંચના નાંણા લેતા એસીબીની જાળમાં ઝડપાઈ ગયો હતો. બાદમાં આણંદ એસીબી પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસ ખંભાત સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો.જેમાં બન્ને આરોપીને સજા થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી