અમદાવાદ/ પિતાએ કહ્યું – અભ્યાસમાં ધ્યાન આપ, પ્રેમ પછી કરજે, આ વાત લાગી આવતા સગીરનો આપઘાત

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસમાં ગત રોજ એક સગીરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

Ahmedabad Gujarat
આપઘાત

રાજ્યમાં સતત આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને આજની યુવા પેઢીનો સમાવેશ થાય છે. આજની યુવા પેઢીને માતા-પિતા દ્વારા ઠપકો આપવામાં આવતા આપઘાત જેવુ પગલું ભરતા એકપણ વાર વિચારતા નથી ત્યારે આવામાં અમદાવાદમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના રાણીપ વિસ્તારમાં માતા-પિતા ઉત્તરાખંડ ફરવા ગયા હતા અને આ બાજુ ઘરે રહેલ સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો :દુલ્હન લેવા પહોંચેલા જાનૈયાઓ દુલ્હા સહિત પહોંચ્યા પોલીસ સ્ટેશન, જાણો શું છે મામલો

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસમાં ગત રોજ એક સગીરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સોમવારે બપોરના સમયે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનને એક કોલ આવ્યો હતો કે નીલ પાટીલ નામના સગીરે ગળેદુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ મેસેજ મળતાની સાથે કેવલ નિવાસે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી.

પોલીસે ઘટના સ્થળ પહોંચી એફએસએલને જાણ કરી નીલ પાટીલનો મૃતદેહ નીચે ઉતારી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સગીર નીલ પાટીલના પિતાએ તેણે પ્રેમમાં નહીં પણ ભણવામાં ધ્યાન આપવા જણાવ્યું હતું જેનું લાગી આવતા સગીરે આ પગલું ભર્યું હતું.

આ પણ વાંચો :  પંચમહાલમાં જ્યાં ઉઠાવાની હતી ડોલી ત્યાં થયું એવું કે દુલ્હનની ઉઠી અર્થી…

સગીરના માતા પિતાએ જણાવ્યું હતું કે દીકરા નીલ પાટીલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. સાથે જ અભ્યાસ કરતી સગીરા સાથે એક તરફી પ્રેમમાં હતો. જેને લઇને પિતાએ થોડા દિવસો અગાઉ જણાવ્યું હતું કે, હાલ આ સમય અભ્યાસ કરવાનો છે, પ્રેમ કરવાનો નહિ. અને બસ આ જ વાત દીકરા નીલ પાટીલને લાગી આવી હતી જેને લઇને તેણે મોતને પસંદ કર્યું હતું.

હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સગીર મૃતકના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસે એ તપાસ શરુ કરી છે કે મૃતકના મોબાઈલ કે રૂમમાં કોઈ સ્યુસાઇટ નોટ લખીને મૂકી છે કે નહિ.

આ પણ વાંચો :અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો, લોકોએ હાડ થીજવતી ઠંડીનો કર્યો અહેસાસ

આ પણ વાંચો :યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીએ રસીના બંને ડોઝ લીધા હશે તો જ એક્ઝામમાં પ્રવેશ મળશે

આ પણ વાંચો :અમેરિકા જવાના સપનામાં વધુ 3 પરિવાર પણ લાપતા! જાણો સમગ્ર વિગત