Election/ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસ સહિતના કર્મચારીઓએ કર્યું પોસ્ટલ મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મહાનગરપાલિકાની ચૂંટણી આમ જનતા માટે તરીકે ૨૧મીના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસ માટે આજે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી,રાજકોટ મહાનગરપાલિકાની તા.21મી ફેબ્રુઆરીના

Gujarat
rajvot રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસ સહિતના કર્મચારીઓએ કર્યું પોસ્ટલ મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મહાનગરપાલિકાની ચૂંટણી આમ જનતા માટે તરીકે ૨૧મીના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસ માટે આજે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી,રાજકોટ મહાનગરપાલિકાની તા.21મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચુંટણી માટે આજે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા રાજય ચુંટણી આયોગની માર્ગદર્શીકા મુજબ પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ 18 વોર્ડમાં વસતા અને ચુંટણી ફરજ પરના પોલીસ અને એસ.આર.પી.ના જવાનો અને ચુંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી

PUNJAB / ખેડૂત આંદોલન કોંગ્રેસને ફળ્યું, ભાજપને નડ્યું

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પોસ્ટલ મતદાનના આજે પ્રથમ દિવસે સવારના તબકકામાં પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યું હતુ. જેમાં એમ.જે કુંડલીયા મહિલા કોલેજ ખાતે અંદાજે 1541 પોલીસ કર્મચારીઓ અને એસ.આરપી. કેમ્પસ ઘંટેશ્વર ખાતે 300 થી વધુ એસ.આર.પી. જવાનો માટે પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં કરવામાં આવી હતી. મહિલા કોલેજ ખાતે પોલીસ કર્મચારીઓમાં પોસ્ટલ મતદાન માટે કતાર જોવા મળી હતી. કોવીડ-૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાને લઈ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આવેલ કર્મીઓએ માસ્ક, સેનેટાઇઝેશન અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કર્યું હતુ.

raj vot 2 રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસ સહિતના કર્મચારીઓએ કર્યું પોસ્ટલ મતદાન

Election / 6 કોર્પોરેશન-144 વોર્ડ-575 બેઠકો માટેનું મતદાન, જાણો સંવેદનશીલ-અસંવેદનશીલ મતદાનમથકો

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા ચુંટણીમાં મતદાન મથકોમાં જેમને ફરજ સોંપવામાં આવી છે, તેવા રેવન્યુ સહિત વિવિધ વિભાગના ચુંટણી સ્ટાફ માટે પણ પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોસ્ટલ મતદાનની કામગીરીમાં સંબંધિત ચુંટણી અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…