Not Set/ હવે એનઆરઆઈ પણ આપી શકશે વોટ : લોકસભામાં બિલ થયું પાસ

લોકસભામાં રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ (અમેન્ડમેન્ટ) બિલ, 2017 પર મહોર લાગી ગઈ છે. આ બિલમાં એનઆરઆઈ (પ્રવાસી ભારતીયો)ને પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. મતદાતા યાદીમાં સામેલ એનઆરઆઈએ પોતાના ચૂંટણી ક્ષેત્રમાં કોઈને પોતાની તરફથી વોટ આપવા માટે અધિકૃત કરી શકે છે. આ રીતે પ્રધાનમંત્રી મોદીની નજર એક કરોડથી વધારે એનઆરઆઈ વોટ પર છે. આ બિલને લોકસભામાં […]

Top Stories India
pm હવે એનઆરઆઈ પણ આપી શકશે વોટ : લોકસભામાં બિલ થયું પાસ

લોકસભામાં રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ (અમેન્ડમેન્ટ) બિલ, 2017 પર મહોર લાગી ગઈ છે. આ બિલમાં એનઆરઆઈ (પ્રવાસી ભારતીયો)ને પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. મતદાતા યાદીમાં સામેલ એનઆરઆઈએ પોતાના ચૂંટણી ક્ષેત્રમાં કોઈને પોતાની તરફથી વોટ આપવા માટે અધિકૃત કરી શકે છે. આ રીતે પ્રધાનમંત્રી મોદીની નજર એક કરોડથી વધારે એનઆરઆઈ વોટ પર છે. આ બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. બંને સદનમાં પાસ થયા બાદ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાનૂન બની જશે.

vote e1533975038207 હવે એનઆરઆઈ પણ આપી શકશે વોટ : લોકસભામાં બિલ થયું પાસ

દેશમાં કુલ 543 લોકસભા ક્ષેત્રોમાં લગભગ 1.1 કરોડ એનઆરઆઈ વોટ છે. મતલબ કે દરેક લોકસભા ક્ષેત્રમાં સરેરાશ 21,000 વોટ. જો આ બધા વોટ કોઈ એકના ખાતામાં જાય છે તો ચૂંટણી પરિણામો પ્રભાવિત થઇ શકે છે. આ એનઆરઆઈ ભારતમાં એમના પરિવારને પણ પ્રભાવિત કરી શકે છે. દરેક લોકસભા ક્ષેત્રમાં સરેરાશ 60,000 થી વધારે એવા વોટ હશે, જેના પાર સીધો એનઆરઆઈ પ્રભાવ હશે.

 

પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી 54 થી વધારે દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે. એમણે જે દેશોનો પ્રવાસ કર્યો છે, એ દેશોમાં લગભગ એક કરોડ એનઆરઆઈ વસે છે. પ્રધાનમંત્રી મોદી પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન હંમેશા એનઆરઆઇને સંબોધિત કરે છે. જે દેશોમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો વસે છે, ત્યાં પ્રધાનમંત્રી મેગા શો કરતા આવ્યા છે. એમના વિદેશ પ્રવાસ દરમિયાન એનઆરઆઈ અને ભારતીય મૂળના લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે.

What are the Voting Rights for NRIs in India e1533974982207 હવે એનઆરઆઈ પણ આપી શકશે વોટ : લોકસભામાં બિલ થયું પાસ

મોદીએ અમેરિકાના ન્યુ યોર્કથી લઈને બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહીત તમામ દેશોમાં પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા છે. ગયા મહિને 3 આફ્રિકી દેશોના પ્રવાસ દરમિયાન પણ એમણે ભારતીય સમુદાયના લોકોને એમણે સંબોધિત કર્યા હતા. વિદેશમા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા પીએમ મોદી એ વાત પર વિશેષ ભાર મૂકે છે કે વિશ્વ સમુદાયમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. અને ભારત આજે વિશ્વ પટલ પર સોફ્ટ પાવરના રૂપે ઉભર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કેટલાક સમારોહમાં ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. પરંતુ આ બાબતે મોદી કરતા તેઓ ખુબ પાછળ છે.