waris punjab de/ અમૃતપાલે પંજાબ સરકારને આપી ધમકી, કહ્યું- સરકાર શીખોને નિઃશસ્ત્ર નહીં રાખી શકે

‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહે પંજાબ સરકારને ફરી ધમકી આપી છે. અમૃતસરમાં આયોજિત એક કાર્યક્રમમાં અમૃતપાલ સિંહે ચેતવણી આપી હતી કે સરકાર શીખોને નિઃશસ્ત્ર નહીં…

Top Stories India
Amritpal Punjab Government

Amritpal Punjab Government: ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહે પંજાબ સરકારને ફરી ધમકી આપી છે. અમૃતસરમાં આયોજિત એક કાર્યક્રમમાં અમૃતપાલ સિંહે ચેતવણી આપી હતી કે સરકાર શીખોને નિઃશસ્ત્ર નહીં રાખી શકે. અમૃતપાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તે અને તેના ઓછામાં ઓછા 10 નજીકના સહયોગીઓ ટૂંક સમયમાં તેમના શસ્ત્ર લાઇસન્સ ગુમાવી શકે છે. તપાસ એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો થયો ત્યારથી કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે.

અમૃતપાલ સિંહે કહ્યું કે, પંથને પૂછ્યા પછી સ્થળ પર જ નિર્ણય લેવામાં આવશે. ભજદે નુ વાણ ઇક્કો જે હુંડે ને. જો તેઓએ નક્કી કર્યું છે કે શીખોને નિઃશસ્ત્ર કરવા છે, તો શીખોએ પણ નિઃશસ્ત્ર ન રહેવું જોઈએ..” અમૃતપાલે તમામ શીખ સંગઠનોને એક થવાનું પણ કહ્યું હતું. અમૃતપાલે કહ્યું કે તે ક્યારેય સરકારી સુરક્ષા લેશે નહીં. અજનાલામાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા બાદ પંજાબ સરકારના આદેશ પર પોલીસે અમૃતપાલના સાથીઓના હથિયારના લાઇસન્સ રદ કરી દીધા હતા. આ કારણે તે સરકારની વિરુદ્ધ છે. હવે અમૃતપાલે પંજાબ સરકારને ધમકી આપતા કહ્યું કે તે પંથ સાથેની બેઠકમાં ભવિષ્યની કાર્યવાહી નક્કી કરશે.

જણાવી દઈએ કે સોમવારે પંજાબ પોલીસે અમૃતપાલ સિંહના અન્ય એક સાથીદારની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી સુખમંદર સિંહ મોગાનો રહેવાસી છે. અમૃતસરમાં તેણે એક વ્યક્તિને તીક્ષ્ણ હથિયાર વડે ઇજા કરી અને ચેઈન સ્નેચિંગ કર્યું અને તેનો મોબાઈલ અને પર્સ લૂંટીને ભાગી ગયો. આ જ કેસમાં સુખમંદરની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન સુખમંદરે પોલીસને તેના અન્ય 5 સાથીઓ વિશે પણ માહિતી આપી હતી. આરોપીએ જણાવ્યું કે તે અમૃતપાલ સિંહનો સાથી છે.

આ પણ વાંચો: Urine Incident/ ફ્લાઇટ બાદ હવે ટ્રેનમાં પણ ‘પેશાબ કાંડ’! નશામાં TTએ મહિલાના માથા પર કર્યો ‘પેશાબ’

આ પણ વાંચો: Pakistan Cricket/ ODI વર્લ્ડ કપ માટે ભારત આવવા પર પાકિસ્તાનનું નિવેદન, નજમ સેઠીએ હવે સુરક્ષાનો ઉઠાવ્યો મુદ્દો

આ પણ વાંચો: Ambaji/ વિવાદનો અંત મોહનથાળનો પ્રસાદ રહેશે યથાવત, ભક્તોની શ્રદ્ધાની થઈ જીત