Not Set/ અમદાવાદમાં મેઘકહેરથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકોને હાલાકી

અમદાવાદના જશોદાનગર પુનિત નગર પાસેનો આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.. મેઘરાજા મનમુકીને વરસતા શહેરમાં પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક વાહન ચાલકો અટવાઈ પડયા છે. તો ક્યાંક વાહનો પાણીમાં ફસાઈ ગયા. તો […]

Gujarat
vlcsnap error315 અમદાવાદમાં મેઘકહેરથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકોને હાલાકી

અમદાવાદના જશોદાનગર પુનિત નગર પાસેનો આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.. મેઘરાજા મનમુકીને વરસતા શહેરમાં પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક વાહન ચાલકો અટવાઈ પડયા છે. તો ક્યાંક વાહનો પાણીમાં ફસાઈ ગયા. તો કેટલાક વાહનો પાણીમાં બંધ થઈ જતાં ધક્કો મારવાનો વારો આવ્યો હતો.જેના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે…

 

 

WhatsApp Image 2017 07 27 at 9.19.42 AM અમદાવાદમાં મેઘકહેરથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકોને હાલાકીઅમદાવાદમાં 5 કલાકમાં 7 ઈચ વરસાદ ખાબક્યો છે…જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં મકાનધરાશીય થયાના બનાવો પણ બન્યા છે…શહેરમાં વિવિધ 7 જગ્યાઓએ મકાન ધરાશાયી થયા છે…જેના પગલે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે…તો 6 જગ્યાએ પણ શોર્ટસર્કિટના બનાવો પણ સામે આવ્યા છે…તો આગામી 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદ થવાની શક્યતા છે…જેના પગલે લોકોને મહત્વના કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે…

 

vlcsnap error792 અમદાવાદમાં મેઘકહેરથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકોને હાલાકી

અમદાવાદ ભારે વરસાદના કારણે હાથીજન પાસે આવેલા વિવેકાનંદનગરમાં મકાનનો એક ભાગ ધરાશાયી થયો છે….વિવેકાનંદનગરમાં રાત્રી દરમ્યાન ઍક મકાન ને નુકશાન થતા આજે વહેલી સવારે મકાનના રસોડાનો ભાગ ધરાશાય થયો હતો…જો કે આ ઘટનામાાં કોઈ જાન હાની થઈ નથી….બનાવ બન્યો તયારે ઘરનાં લોકો વરસાદના કારણે ઘરનાં રૂમ મા બેઠા હતાં તે દરમિયાન અચાનક ધડાકાભેર દીવાલ પડતા અફરાતફરી નો માહોલ સર્જાઈ ગ્યો હતો ….બાજુ મા આવેલ મકાન માં પણ નુકસાન થયેલું છે … સદ્ નસીબે કોઈ જાનહાની નહીં .