Not Set/ બેમિશાલ ‘મિશાઈલમેન’ અબ્દુલકલામની આજે બીજી પુણ્યતિથી

 ડો.એ.પી.જે.અબ્દુલ કલામ કે જેવો આજેપણ લોકોના દિલોમાં કાયમ છે,આજે પણ કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે,તેવા ભારતરત્ન અબ્દુલ કલમ સાહેબની આજે બીજી વાર્ષિક પુણ્યતિથી છે. તેમનો જન્મ 15,ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ ખાતે થયો હતો.તેમનું આખું નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ હતું.તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા.અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને […]

India
fb apj બેમિશાલ 'મિશાઈલમેન' અબ્દુલકલામની આજે બીજી પુણ્યતિથી

 ડો.એ.પી.જે.અબ્દુલ કલામ કે જેવો આજેપણ લોકોના દિલોમાં કાયમ છે,આજે પણ કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે,તેવા ભારતરત્ન અબ્દુલ કલમ સાહેબની આજે બીજી વાર્ષિક પુણ્યતિથી છે.

તેમનો જન્મ 15,ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ ખાતે થયો હતો.તેમનું આખું નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ હતું.તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા.અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.

abdul kalam we all salute to you બેમિશાલ 'મિશાઈલમેન' અબ્દુલકલામની આજે બીજી પુણ્યતિથી

તે 2002થી2007 માં ભારતના 11માં રાષ્ટ્રપતિ બન્યા અને એક અનોખા સેવાભાવને કારણે “જનસામાન્યનાં રાષ્ટ્રપતિ” તરીકે ઓળખાયા.આ પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસસંગઠન DRDO અને ઈસરો ખાતે કામકર્યું હતું.

૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી સન્માનવામાં આવ્યા હતા.2012માં તેમનો 79મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો. તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ)માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે.ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ,અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા હતા.૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે 26 મે ને વિજ્ઞાનદિવસ ઘોષિત કર્યો હતો. ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.

તારીખ 27-07-2015 ના દિવસે કોલેજ માં વિદ્યાર્થીઓને સંબોધતાં હ્રદય રોગના હુમલાને કારણે મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ શહેર ખાતે તેમનું અવસાન થયુ. કલામ સાહેબની ખોટ આજેપણ પૂરી કરીશકાય તેમ નથી.

મંતવ્યન્યુઝ પણ તરફથી પણ, વિભૂતિ કલામ સાહેબ ને કોટિ-કોટિ વંદન.