Not Set/ 143 પેટી ઈંગ્લીશ દારૂની પેટી સાથે બે શખ્સને ક્રાઇમબ્રાન્ચે ઝડપ્યા

અમદાવાદ. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાં સંયુકત પોલીસ કમિશ્નર શ્રી જે.કે.ભટ્ટ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી દીપન ભદ્રન તથા અધિક નાયબ પોલીસ કમિશ્નર શ્રી ડો.રાજદીપસિંહ ઝાલાએ આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગાર સંબંધી ગુનાઓ શોધવા સારુ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને સુચના આપેલ. જે અનુસધાને ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.પી.રોજીયા સાહેબ નાઓનાં માર્ગદર્શન […]

Ahmedabad Gujarat
56266130 143 પેટી ઈંગ્લીશ દારૂની પેટી સાથે બે શખ્સને ક્રાઇમબ્રાન્ચે ઝડપ્યા

અમદાવાદ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાં સંયુકત પોલીસ કમિશ્નર શ્રી જે.કે.ભટ્ટ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી દીપન ભદ્રન તથા અધિક નાયબ પોલીસ કમિશ્નર શ્રી ડો.રાજદીપસિંહ ઝાલાએ આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગાર સંબંધી ગુનાઓ શોધવા સારુ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને સુચના આપેલ.

જે અનુસધાને ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.પી.રોજીયા સાહેબ નાઓનાં માર્ગદર્શન અને સુપરવિઝનમાં કામ કરતા તેઓનાં સ્કોડનાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.જે.જાડેજા, તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.બી.દેસાઇ તથા સ્ટાફ્નાં માણસો સાથે પેટ્રોલીંગમા હતા.

આ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે એસ.પી.રીંગરોડ રામોલ ટોલટેક્ષ પાસેથી આરોપીઓ
(૧) વિજય S/O કાન્તીલાલ જાતે કલાલ ઉવ.૨૪ રહે. મ.નં.૭૮૧, ન્યુ કોલોની, રાણી રોડ, ખેરવાડા, ઉદેપુર, રાજસ્થાન
(૨) ઇન્દ્રવિજયસિંહ ઉર્ફે લાલો S/O દલપતસિંહ જાતે ચૌહાણ ઉવ. ૨૮ રહે. ગામ અણખોલ, પોસ્ટ-ચાંદરેજ તા. તલોદ જી. સાબરકાંઠા નાઓને તા.૦૮/૦૭/૨૦૧૮ ના રોજ પકડી અટકાયત કરી હતી.

તેમની પાસેથી રોમાનોવ વોડકા ઇંગ્લીશ દારુની કુલ બોટલ નંગ- ૮૦૪ કિં.રૂ.૨,૪૧,૨૦૦/- તથા ઓફિસર ચોઇસ વ્હીસ્કી ની બોટલ નંગ-૯૧૨ કિં.રૂ. ૨,૭૩,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિં.રૂ.૧૫૦૦/- તથા ટ્રક નં. GJ-09-Y-8407 કિં.રૂ.૬,૦૦,૦૦૦/- મળી તમામ ની કુલ કિં.રૂ.૧૧,૧૬,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા આરોપી ગઇ કાલ સાંજના સમયે રાજસ્થાન સિમલવાડા રોડ ઉપરથી ઇંગ્લીશ દારુનો જથ્થો લાવી અને અમદાવાદ શહેર એસ.પી.રિંગરોડ રામોલ ટોલટેક્ષ ખાતે થી પસાર થતા પકડાયેલ ગયેલ હોય અને આરોપીઓ ઉપરોકત ઇંગ્લીશ દારુનો જથ્થો અમદાવાદ શહેરમાં કોને આપવા સારુ આવેલ છે અને કઇ જગ્યાએ ખાલી કરવા ના હતા તે બાબતે પો.સબ.ઇન્સ. એસ.જે.જાડેજા નાઓ તપાસ ચલાવી રહેલ છે.

જયારે આ બંને શખ્સોના ભૂતકાળની વાત કરવામાં આવે તો વિજય કલાલ અગાઉ હિંમતનગર તથા મોડાસા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારુના કેસોમાં પકડાયેલ છે તેમજ આરોપી નંબાર બે ઇન્દ્રવિજયસિંહ ચૌહાણ નાનો તલોદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારુના કેસમાં પકડાયેલ છે.