વિદ્યાર્થીઓની આદર્શ કારકિર્દીમાં યોગદાન આપતા શિક્ષકસેવાનું સન્માન કરવાનો અવસર એટલે શિક્ષકદિન. ગુજરાતમાં શિક્ષકદિન નિમિત્તે શિક્ષણપર્વ ઉજવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે શિક્ષકોને પુરસ્કૃત કરી સન્માન
PM મોદી દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ
આગામી 17 સપ્ટેમ્બરે PM મોદી દ્વારા પ્રોજેક્ટનું લોકાર્પણ
5 સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે શિક્ષણપર્વ ઉજવવાનો સરકારે નિર્ણય કર્યો છે. 5 થી 17 સપ્ટેમ્બર દરમિયાન શિક્ષણપર્વ ઉજવવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર પણ 5થી 17 સપ્ટેમ્બર સુધી શિક્ષણપર્વની ઉજવણી કરશે . 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે. સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આગામી બે સપ્તાહ સુધી સરકાર શિક્ષણપર્વ ઉજવશે
શું છે પ્રોજેકટની વિશેષતા?
- સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટની વિશેષતા
- PM મોદીના હસ્તે પ્રોજેક્ટનું થશે લોકાર્પણ
- 17 સપ્ટેમ્બરના રોજ PM મોદી કરશે લોકાર્પણ
- નવી શિક્ષણનીતિનું અપાશે માર્ગદર્શન
- વેબિનાર અને પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન
- લર્નીંગ ફ્રોમ ધ સ્કૂલ ઇન ઇન્ડિયાની થીમ
શિક્ષણપર્વ નિમિતે વડાપ્રધાન મોદીના હસ્તે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ PM મોદી સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પ્રોજેક્ટર અંતર્ગત નવી શિક્ષણનીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વેબિનાર અને પ્રેઝન્ટેશનથી તમામને માર્ગદર્શન આપવામાં આવશે. ક્વોલીટી સસ્ટેનેબલ સ્કૂલ, લર્નીંગ ફ્રોમ ધ સ્કૂલ ઇન ઇન્ડિયાની થીમ સાથે શિક્ષણપર્વ ઉજવવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે હજી સુધી વડાપ્રધાનનો ચોક્કસ કાર્યક્રમ જાહેર થયો નથી. પરંતુ 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રના આદર્શ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે. શિક્ષકોના ગૌરવ જાળવવાનો સંદેશ આપવા અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
ગુજરાતમાં 5સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષકદિને ગુરૂ અને ચેલાના સંબંધો કાયમી પ્રસ્થાપિત જાળવી રાખવાનું વિશેષ મહત્વ રહેલું છે. એટલું જ નહીં શિક્ષણની ધૂળી ધખતી રાખી વિદ્યાર્થીઓની આદર્શ કારકિર્દીમાં યોગદાન આપતાં શિક્ષકસેવાનું સન્માન કરવાનો અવસર એટલે શિક્ષકદિન..ગુજરાતમાં શિક્ષકદિન નિમિત્તે શિક્ષક પર્વ ઉજવવાનો નિર્ણય સરકારે કર્યો છે.
ઉઠો..જાગો અને ધ્યેયપ્રાપ્તિ તરફ મંડ્યા રહો. આ સંદેશ આપ્યો છે સ્વામી વિવેકાનંદે..વર્તમાન યુગમાં યુવાપેઢી માટે આ સંદેશ ચરિતાર્થ કરવો જરૂરી છે. આજે શિક્ષક અને વિદ્યાર્થીના શિક્ષણ સંબંધો પ્રાચીન સમયમાં રહેલાં ગુરૂ-શિષ્યના સંબંધ જેવા રહ્યા નથી, તે આજના સમયની વાસ્તવિક્તા છે. આમ છતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના જીવનનું આદર્શ ઘડતર કરવામાં રહેલાં યોગદાનને બિરદાવવા શિક્ષકદિનની ઉજવણી 5 સપ્ટેમ્બરે કરવામાં આવે છે. ગુજરાતમાં પણ 5-મી-સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવશે.
કોરોનાના કેસોમાં ઘટાડો થતા / ફિલિપાઇન્સ હવે ભારત સહિત અન્ય 9 દેશોમાંથી મુસાફરી પ્રતિબંધ હટાવશે
સુપ્રીમ કોર્ટ / કોલેજિયમે હાઇકોર્ટના જજની નિયુક્તિ માટે 68 નામોની ભલામણ કરી, નવ મહિલા પણ સામેલ