Not Set/ કોરોનાનોકહેર/ ગુજરાત સુરક્ષીત, ગોધરાનાં વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી અપાઇ રજા

ચીનના જ્યુજ્યાન શહેરથી પરત ફરેલા ગોધરાના વિદ્યાર્થી કિશનસિંહ ગોહિલને વાયરસની અસર ન જોવા મળતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અગાઉ તેનામાં શરદી અને તાવના લક્ષણો દેખાતા મેડિકલ ચેકઅપ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેને કોરોના વાઈરસ માટે તૈયાર કરેલા આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યો હતો. જો કે, હવે તેને રજા આપી […]

Top Stories Gujarat Vadodara Others
corona.jpg1 કોરોનાનોકહેર/ ગુજરાત સુરક્ષીત, ગોધરાનાં વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી અપાઇ રજા

ચીનના જ્યુજ્યાન શહેરથી પરત ફરેલા ગોધરાના વિદ્યાર્થી કિશનસિંહ ગોહિલને વાયરસની અસર ન જોવા મળતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અગાઉ તેનામાં શરદી અને તાવના લક્ષણો દેખાતા મેડિકલ ચેકઅપ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેને કોરોના વાઈરસ માટે તૈયાર કરેલા આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યો હતો. જો કે, હવે તેને રજા આપી દેવાઈ છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ સામે આવતા ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ગોધરાના વિદ્યાર્થીને તાવના લક્ષણો દેખાતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થી હજુ 3 દિવસ અગાઉ જ ચીન થી  પરત આવ્યો છે. અને અમદાવાદ એરપોર્ટ પર તેનું કોઈજ જાતનું મેડીકલ ચેકપ કરવામાં આવ્યું નથી.

ગોધરાનો આ વિદ્યાર્થી MBBS ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના ભયને કારણે સ્વખર્ચે વતન પાછો આવ્યો છે. જેમાં તાવ અને અન્ય લક્ષણો દેખાતા તેને વડોદરા હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,  કોરોના વાયરસે હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીનમાંથી વિદ્યાર્થીઓ સહિત ત્યાં વસતા ગુજરાતીઓ ભારત પરત ફરી રહ્યા છે ત્યારે તે લોકો ચીનથી વાયરસનો ચેપ લઈને આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

ગુજરાતમાં કોરોનો વાયરસે દસ્તકનાં ભણકારાથી તંત્ર હરકતમાં આવી ગયું હતું.  કોરોના વાયરસના શંકાસ્પદ કેસ ગુજરાતમાં જોવા મળ્યા હોવાની આશંકા હતી.  વડોદરાની SSG હોસ્પિટલમાં આ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયા હતો. જેને લઇ રાજ્યનું વહીલટી તંત્ર દોડતું થઇ ગયું હતું. ચીનમાં થઇ શરૂ થયેલો કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.