રાજકોટ,
રાજકોટમાં પોલીસની ભીચરી અને રાજકોટના કનિદૈ લાકિઅ બે શખ્સોએ દારૂની બોટલોમાં રંગીન પાણી ભરી દારૂ તરીકે ખપાવવાની કોશિષ કરતા હાથે ચડી ગયા. પોલીસે આ શખ્સો પાસેથી વિદેશી દારૂની કનિદૈ 4 બોટલ અને રંગીન પાણી ભરેલી 83 બોટલ ઝડપી લીધી છે.
લોકોને વેંચીને છેતરપીંડી કરે એ પહેલા બંને ઝડપાઇ ગયા છે. કુવાડવા પોલીસ મથકની કનિદૈ લાકિઅ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. દિલીપભાઇ બોરીચા, કૃષ્ણદેવસિંહ જાડેજા, સિરાજભાઇ અકીલા ચાનીયા, મનિષભાઇ ચાવડા અને રાજશેભાઇ ચાવડાને હકિકત કનિદૈ બાતમી મળી હતી કે હિરાસર ગામના પાટીયા પાસે બે શખ્સો દારૂનું કટીંગ કરવા ઉભા છે.
પોલીસ ત્યાં પહોંચતા 83 બોટલ સાથે બે શખ્સ મળતાં પુછતાછ કરતાં પોતાના કનિદૈ લાકિઅ નામ મહેશ ઉર્ફ મયલો કરમશીભાઇ ડાભી તથા ભરત અમરશીભાઇ સાપરા કનિદૈ લાકિઅ માંડા ડુંગર પાછળ પિઠડઆઇ સોસાયટીના જણાવ્યા હતાં. પોલીસે તપાસ કરતાં આ 83 બોટલોમાંથી માત્ર ૪ બોટલમાં જ દારૂ હતો. બાકીની 79 બોટલમાં કનિદૈ લાકિઅ લાલ-પીળુ રંગીન પાણી ભરેલું જોવા મળતાં પોલીસ આશ્ચર્યમાં પડી ગઇ હતી.
આરોપીઓની ધરપકડ કરી પુછતાછ કરવામાં આવતાં દારૂના કનિદૈ લાકિઅ બદલે પાણી ધાબડી છેતરપીંડી કરવાના હોવાનું રટણ કર્યુ હતું. મહેશ ઉર્ફ મયલો પહેલા પણ દારૂમાં પકડાઇ ચુકયો છે. તે અને ભરત છુટક મજૂરી કરે છે.
નદીમાંથી પાણી લાવી ખાલી બોટલો ભંગારમાંથી ભેગી કરી તેમાં રંગીન પાણી ભર્યુ હોવાનું બંનેએ કહ્યું હતું. પોલીસે બંને પાસેથી બે મોબાઇલ ફોન પણ કબ્જે કરાયા છે. પી.આઇ. એ. આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, એએઅસાઇ રાયધનભાઇ કે. ડાંગર, હરેશભાઇ સારદીયા, હિતેષ માલકીયા સહિતની ટીમ જોડાઇ હતી. પ્રારંભે તો બોટલોનો જથ્થો જોઇ કવોલીટી કેસ થયાનું સમજી પોલીસ ઉત્સાહમાં આવી ગઇ હતી. પણ 79 બોટલો પાણીની નીકળતાં સ્ટાફમાં રમૂજ ફેલાઇ ગઇ હતી.