ACB/ કારનાં હપ્તોની 1 થી 7 તારીખ : બુટલેગરને PSI એ દારૂનો હપ્તો ટાઈમ સર આપવા કર્યું દબાણ

અમદાવાદમાં દારૂબંધીની માત્ર વાતો થતી હોય તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાઈ છે એક દિવસ પહેલા જ સરખેજ પોલીસે દેશી દારૂનો વેપાર કરતી 10 મહિલાઓ સામે 10 ફરિયાદ નોંધીને તેની

Ahmedabad Gujarat
acb કારનાં હપ્તોની 1 થી 7 તારીખ : બુટલેગરને PSI એ દારૂનો હપ્તો ટાઈમ સર આપવા કર્યું દબાણ
@ ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…
અમદાવાદમાં દારૂબંધીની માત્ર વાતો થતી હોય તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાઈ છે એક દિવસ પહેલા જ સરખેજ પોલીસે દેશી દારૂનો વેપાર કરતી 10 મહિલાઓ સામે 10 ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે તેવામાં હાલ મણિનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એસ.એસ ગોસ્વામી દ્વારા મહિલા બુટલેગર પાસે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. ઓડિયો ક્લિપમાં વટવા જીઆઈડીસી વિસ્તારની મહિલા બુટલેગર મીનાક્ષી રાઠોડ પાસે પૈસાની માંગણી કરતો તેમજ મહિલા બુટલેગરે 5000 રૂપિયા આપવાનું કહેતા પીએસઆઇ રકઝક કરતા હોય તે પ્રકારનું સામે આવ્યું છે..મહિલા બુટલેગરે પોતાના એક વિડીયો ક્લિપમાં આક્ષેપ કર્યો છે કે પી.એસ.આઇ એસ.એસ ગોસ્વામી લીધેલી નવી કારનો હપ્તો એક થી સાત તારીખમાં ભરવાનો આવતો હોવાથી પીએસઆઇ દ્વારા બુટલેગરને તે તારીખ દરમિયાન જ મહિને બાંધેલો 15000 રૂપિયા નો હપ્તો આપવાનો દબાણ કરતા હતા. અંતે મહિલા બુટલેગરે એસીબીમાં પીએસઆઇ એસએસ ગોસ્વામી વહીવટદાર મહેન્દ્રસિંહ ને રાજભા વિરુદ્ધ લેખિત અરજી આપી છે.
 મહિલા બુટલેગરે આક્ષેપ કર્યો છે કે મહિલા પીએસઆઈને હપ્તો ના આપતા વહીવટદાર મહેન્દ્ર સિંહ અને રાજભા તેને હેરાન કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વહીવટદારો સામે અનેક ફરિયાદો નોંધાઈ ચુકી છે ત્યારે વટવાની મહિલા બૂટલેગર અને હાલ મણિનગરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એસ એસ ગોસ્વામી ની ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે જોકે વટવા પોલીસ સ્ટેશનના પી.આઇ ડી. આર ગોહિલનું કહેવું છે કે આ ઓડિયો ક્લિપ જૂની છે અને આ બુટલેગર સામે અનેક ગુના નોંધાયા છે અને પાસા પણ થઇ ચુક્યા છે પરંતુ સવાલ એ જ ઊભો થાય છે કે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પીએસઆઇ સામે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઇ છે.
મહત્વનું છે કે થોડા સમય પહેલા બળાત્કારના કેસમાં આરોપી પાસેથી 35 લાખના તોડકાંડમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજા જેલમાં બંધ છે તેવામાં વધુ એક મહિલા PSI નો પૈસાની માંગણી કરતો ઓડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…