Gujarat/ કચ્છનાં આ સુંદર ફોટા નથી જોયા તો શું જોયુ? 

કચ્છમાં છે આ સુંદરતા, કચ્છી ફોટોગ્રાફર હીરો વરુણ સચદે USA માં ચમક્યો…

Gujarat Others
Untitled 87 કચ્છનાં આ સુંદર ફોટા નથી જોયા તો શું જોયુ? 

આ જગ્યા વિશે બહુ ઓછા લોકોને માહિતી છે, જોકે, આ સ્થળ અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સમાં ચમકી જતા આજકાલ તેની ખૂબ ચર્ચા છે. આ જગ્યા આવેલી છે કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટરના અંતરે અને તે ઓળખાય છે કડિયા ધ્રો (કાળિયો ધ્રો) નામથી.

Untitled 88 કચ્છનાં આ સુંદર ફોટા નથી જોયા તો શું જોયુ? 

આ સુંદર જગ્યા અજાણ અને ગુમનામ રહી છે. ઘણાં ઓછા લોકો તેના વિશે જાણે છે. આ જગ્યા પર વિવિધ ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે. જોઈને આશ્ચર્ય થાય કે ખડકો આટલા અલગ-અલગ રંગના કેવી રીતે હોઇ શકે?

Untitled 89 કચ્છનાં આ સુંદર ફોટા નથી જોયા તો શું જોયુ? 

જોનારાની આંખોને આ નજારો ઠંડક આપે છે. આ જગ્યા અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ને મળતી આવે છે. માટે પ્રકૃતિપ્રેમી યુવક વરુણ સચદેએ તેની તસ્વીરો લીધી અને અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે તેના ફ્રન્ટ પેજ પર તેને સ્થાન આપ્યું.

Untitled 90 કચ્છનાં આ સુંદર ફોટા નથી જોયા તો શું જોયુ? 

અમેરિકાની કોલોરાડો નદીએ સર્જેલાં ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાતાં કોતરોની આ નાની આવૃત્તિ જેવી આ સુંદર જગ્યાની રચના હવાના તેજ થપેડા, કચ્છની કારમી ગરમી અને પાણીના વહેણને કારણે થઈ છે. સ્થાનિક લોકો આ જગ્યા વિશે જાણે છે.

Untitled 91 કચ્છનાં આ સુંદર ફોટા નથી જોયા તો શું જોયુ? 

આ સ્થળ પર આવેલા પર્વતને સાત શિખરો છે. અહીંના લોકો તેને મહાભારત પર્વત તરીકે ઓળખે છે. પાંચ પાંડવ, માતા કુંતી અને દ્રોપદી એમ સાતેયના સાત શિખર. કુદરતની આ રચના જોઈને સવાલ થાય છે કે તેનું શિલ્પી કોણ હશે?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો