Ahmedabad/ કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા સ્થાનિકોમાં રોષ

આગામી 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મહાનગપાલિકાની ચુટણી યોજાવાની છે….

Ahmedabad Gujarat
Untitled 84 કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા સ્થાનિકોમાં રોષ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

આગામી 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મહાનગપાલિકાની ચુટણી યોજાવાની છે ત્યારે અમદાવાદમા ઓઢવમા આવેલ જી આઇ ડીસી એલ આઇ જી હાઉસીગ સોસાયટીના રહીશોમા પ્રાથમીક સુવિધાઓ યોગ્ય રીતે નહી મળતા નારાજગી જોવા મળી રહી છે.વારવારની રજુઆત બાદ થાકીને રહીશો દ્વારા સોસાયટી બહાર બેનર લગાવામા આવ્યા છે. કોઇ પણ રાજકીય પાર્ટીના નેતા-કાર્યકર્તાઓએ  ચૂટણી પ્રચાર કે વોટ માંગવા આવવું નહી.

Untitled 85 કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા સ્થાનિકોમાં રોષ

આ નીયમનો ભંગ કરવો નહી તેવી પણ સુચના લખવામા આવી છે..સ્થીનીકોનુ માનીએ તો ઓઢવ જી આઇ ડીસી એલ આઇ જી હાઉસીગ સોસાયટીમા 200થી વધુ  મકાન આવેલા છે. રહીશોને રસ્તા–પાણીની સમસ્યા કેટલાય સમયથી સતાવી રહી છે. રસ્તા રીપેર કરાયા નથી તો પીવાના પાણીમા ડ્રેનેજનુ પાણી મીકસ થઇ જાય છે.

Untitled 86 કોર્પોરેશનનાં ઈલેક્શન પહેલા સ્થાનિકોમાં રોષ

ડ્રેનેજ પણ ઓવર ફ્લો થાય છે. આ અંગે કોર્પોરશનને રજુઆત કરતા તેઓ જી આઇ ડી સીમા રજુઆત કરવા કહે છે તો જી આઇ ડી સી કોર્પોરેશન પર ઢોળે છે આમ જી આઇ ડી સી અને કોર્પોરેશન તેમની સમસ્યા ઉકેલી શકી નથી ત્યારે આખરે રહીશોએ આ પ્રકારના બોર્ડ લગાવીને તેઓની નારાજગી વ્યક્ત કરી છે.

Suicide: અરવલ્લીમાં સાસુ-સસરાનાં ત્રાસથી મહિલાએ કર્યો આપઘાત

Accident: ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…