Not Set/ રાજકોટ પર કોરોનાનો કબજો : આજે બપોરે 12 સુધીમાં 324 કેસ,52 મોત, પૂર્વ ડે.મેયર હરગોવિંદભાઈ વ્યાસનું નિધન

રાજકોટમાં કોરોના કબજો જમાવી અને બેઠો છે, વધી રહેલા કે જોતા રાજકોટ કોરોના નો હોટ સ્પોટ બની ગયું હોય તેમ લાગે છે.રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં 24 કલાકમાં 52 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયાં છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાંનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ […]

Top Stories Gujarat
har govind vyas રાજકોટ પર કોરોનાનો કબજો : આજે બપોરે 12 સુધીમાં 324 કેસ,52 મોત, પૂર્વ ડે.મેયર હરગોવિંદભાઈ વ્યાસનું નિધન

રાજકોટમાં કોરોના કબજો જમાવી અને બેઠો છે, વધી રહેલા કે જોતા રાજકોટ કોરોના નો હોટ સ્પોટ બની ગયું હોય તેમ લાગે છે.રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં 24 કલાકમાં 52 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયાં છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાંનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન થતાં દર્દીઓનાં મોતનો આંક રાજ્યમાં સૌથી વધારે નોંધાયો છે. જોકે આ ફક્ત તંત્રએ જાહેર કર્યા છે. બે દિવસમાં 137નાં મોત થયાનું સરકારી ચોપડે બતાવાયું છે. માત્ર કોવિડ પ્રોટોકોલથી અંતિમવિધિ થાય છે એ ચાર સ્મશાનમાં બે દિવસમાં આંક મેળવતાં 331 મૃતદેહની અંતિમવિધિ કરાઈ હોવાનું સામે આવ્યું છે.શહેરમાં ભૂતપૂર્વ ડે.મેયર રહી ચૂકેલા હરગોવિંદભાઈ વ્યાસનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે.

hotspot 7 રાજકોટ પર કોરોનાનો કબજો : આજે બપોરે 12 સુધીમાં 324 કેસ,52 મોત, પૂર્વ ડે.મેયર હરગોવિંદભાઈ વ્યાસનું નિધન

જનસંઘના પીઢ કાર્યકર્તા અને રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર- રૂડાના ચેરમેન હરગોવિંદભાઈ વ્યાસનું નિધન

શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને રૂડાના ચેરમેન  પદે રહી ચૂકેલા હરગોવિંદભાઈ માવજીભાઈ વ્યાસનું 75 વર્ષની વયે નિધન થયું છે. આજે તેમના નિવાસસ્થાન ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કેટલાક દિવસથી તેઓની સારવાર ચાલી રહી હતી પરંતુ તેઓની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. હરગોવિંદભાઈ  વ્યાસ સંઘ વખતના જુના સક્રિય કાર્યકર્તા થી આગેવાન સુધીની સફર ખેડી ચૂક્યા હતા. પોતાના સરળ અને હસમુખા તેમજ મળતાવડા ઉપરાંત સમાજ ઉપયોગી સ્વભાવના કારણે ભારે લોકચાહના મેળવી હતી.આજે સવારે તેઓ સ્વજનોને વિલાપ કરતા છોડી ગયા છે તેઓના પૂત્ર નીરજભાઈ વ્યાસ શહેરમાં પ્રસિદ્ધ થતા દૈનિક કાઠીયાવાડ પોસ્ટમાં તંત્રી તરીકે સક્રિય છે.

shirish 3 રાજકોટ પર કોરોનાનો કબજો : આજે બપોરે 12 સુધીમાં 324 કેસ,52 મોત, પૂર્વ ડે.મેયર હરગોવિંદભાઈ વ્યાસનું નિધન

આજે વધુ 52 દર્દીઓના મોત

કોરોનાની ઘાતક લહેરની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. સૌથી વધુ અસર રાજકોટ અને જામનગર જિલ્લા પર જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુઆંકમાં કાલની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે વધુ 52 દર્દીઓના મોત થયાનુ સતાવાર જાહેર થયેલ છે.
આરોગ્ય વિભાગે જાહેર કરેલા બુલેટીનમાં 24 કલાક દરમ્યાન 52 દર્દીઓના મોત જાહેર કર્યા છે. કાલના 82 મોતમાં 18ના મોત કોવિડથી થયાનો ડેથ ઓડીટ કમીટીએ રીપોર્ટ આપ્યો છે. બે દિવસમાં 134 દર્દીઓએ સારવારમાં દમ તોડતા સ્મશાનગૃહોમાં ડેડ બોડીઓની કતારોથી બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

A 213 રાજકોટ પર કોરોનાનો કબજો : આજે બપોરે 12 સુધીમાં 324 કેસ,52 મોત, પૂર્વ ડે.મેયર હરગોવિંદભાઈ વ્યાસનું નિધન

બેડ ન મળવાની 357 જેટલી ફરિયાદો

શહેરમાં છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં બેડ ન મળવાની 357 જેટલી ફરિયાદો મળી છે.રાજકોટમાં કોરોનાના દૈનિક કેસ દરરોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતાં; એની અછત છે, એમ્બ્યુલન્સની અછત છે, ઈન્જેક્શનની અછત છે, કોરોનાને લગતી દવાઓની અછત છે, ટેસ્ટ કિટની અછત છે, સ્મશાનની અછત છે. મૃતાંક અને કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના પર તંત્રનો કોઇ કાબૂ રહ્યો નથી. આ જ કારણે લોકોને ટેસ્ટથી માંડીને સ્મશાનગૃહ સુધી કતારમાં ઊભું રહેવું પડે છે.

તારીખ: 16/04/2021 ના કુલ ટેસ્ટ  11761, કુલ પોઝિટિવ  698, તા. 15/04/2021 ના પોઝિટીવ રેઈટ  5.93 %,તા. 15/04/2021 ના કુલ ડીસ્ચાર્જ  284

આજે તા. 16/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ  324, આજ સુધીના કુલ પોઝિટિવ કેસ  25241, આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ : 20751,આજ સુધીમાં રિકવરી રેઈટ  83.28 %, આજ સુધીમાં કુલ ટેસ્ટ  821646,પોઝિટિવિટી રેઈટ  3.03 %

​​રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેમજ કોરાનાનાં મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:૦૦ વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 380 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

શહેરમાં અત્યારસુધીમાં 24,917 કેસ નોંધાયા છે તેમજ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3989 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શહેરમાં 284 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકોટના એસટી ડેપોમાં 52 થી વધુ મુસાફરો કોરોના સંક્રમિત થતાં આજે લોકલ 150 બસો રદ કરવામાં આવી છે.અને આંતરરાજ્ય બસ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અંતિમક્રિયા કરતા કર્મચારીઓ પોઝિટિવ, બેડ પણ માંડ મળ્યાં

રામનાથપરા સ્મશાનગૃહમાં મૃતદેહોની અંતિમવિધિ કરતા કર્મચારીઓ પૈકી 4 કોરોના પોઝિટિવ આવતાં હોમ ક્વોરન્ટીન કરાયા છે. આ કારણે અંતિમવિધિ કરવા માટે ખાસ મોરબીથી માણસો બોલાવાયા હતા, એ પણ જતા રહેતાં મનપાએ સ્ટાફ ફાળવ્યો હતો, પણ આ સ્ટાફને અંતિમવિધિ અનુકૂળ ન આવતાં એક જ રાતમાં ચાલ્યા ગયા હતા, જેથી નાયબ કમિશનર એ.આર. સિંઘ સ્મશાને પહોંચ્યા હતા અને ટ્રસ્ટી ગુણવંત ડેલાવાળા સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ, અન્ય ત્રણ સ્મશાનમાં પણ કર્મચારીઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું છે. એક કર્મચારીનું ઓક્સિજન ઘટતાં સંચાલકોએ ભલામણ કરતાં પણ બેડ ન મળતાં સિવિલ હોસ્પિટલ મોકલવા પડ્યા છે.

બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ, જ્યારે કોરોનાની ચેઈન તોડવા માટે કેટલાક ધંધાઓ ત્રણ દિવસ બંધ

રાજકોટ ટીવી એપ્લાયન્સિસ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા  તા. 16 એપ્રિલ થી ત્રણ દિવસ – શુક્રવાર, શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ છે. એસોસિયેશન અંતગર્ત આવતી ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ તમામ દુકાનો, શો રૂમ આગામી તા.16 – 17 અને 18 એપ્રિલ બંધ રહેશે તેવી એસોસિયેશનએ જાહેરાત કરી છે.

કોરોનાને પગલે બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયા પણ તેમના પૌત્ર સાથે કોરોના સંક્રમિત થયા  છે. બે દિવસ પૂર્વે જ તેઓ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને વેક્સિનેશન કેમ્પમાં મળ્યા હતા.

રાજકોટમાં દાણાપીઠમાં વેપારીઓનું  ગુરુવારે તારીખ 15 એપ્રિલથી રવિવારે 18 એપ્રિલ અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવું દાણાપીઠ એસોસિયેશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયા જણાવ્યું છે.હોલસેલ અને રીટેલ 250 દુકાનો બપોરે સવારે 9 થી બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે.

રાજકોટ કોરોનાના કેસ વધતા કોસ્મેટિક એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય,મિલપરા વિસ્તારમાં આવેલ તમામ કોસ્મેટિક્સની દુકાનો કરશે લોકડાઉન કોસ્મેટિક એસોસિએશન માત્ર સવારના 9થી બોપરના 3 વાગ્યા સુધી દુકાનો રાખશે ખુલ્લી,કોસ્મેટિક એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ સુરાણીએ કરી જાહેરાત

આ ઉપરાંત રાજકોટના ગોલ્ડ ડીલર એસોસીએશનના પ્રભુદાસભાઈ પારેખ અને ભાયા ભાઈ સાહોલિયા દ્વારા કોરોના સંક્રમણ નીચે તોડવા માટે ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે શુક્ર શનિ રવિ એટલે કે 16 થી 18 એપ્રિલ રાજકોટના જ્વેલર્સ બંધ પાળશે.

નોન-કોવિડ ડેડ બોડી માટે વધુ ત્રણ સ્મશાન કાર્યરત કરાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર મુખ્ય સ્મશાન હંગામી સમય માટે કોવિડ બોડી માટે અનામત રાખવામાં આવેલ છે. શહેરના તથા આસપાસના ગામોના ૯ સ્મશાનો નોન-કોવિડ બોડી માટે ચાલુ રાખવામાં આવેલ છે જેમાં નીચે મુજબના વધુ ત્રણ સ્મશાનોનો ઉમેરો કરવામાં આવેલ છે. શહેરીજનો આ સ્મશાન ખાતે સંપર્ક કરી નોન-કોવિડ બોડી સીધા લઈ જઈ શકશે.
સામાન્ય બોડી માટેના સ્મશાનની યાદી

ક્રમ
સરનામું
કોન્ટેક્ટ નંબર

સ્મશાનગૃહ કણકોટ ગામ
શૈલેષભાઈ નંદાણીયા
૯૯૭૯૧૦૪૨૦૪, ૮૭૮૦૬૦૪૮૫૮

સ્મશાનગૃહ માધાપર ગામ
ઢોલાભાઈ – ૯૮૭૯૨૬૩૨૭૧

સ્મશાનગૃહ,  જય જવાન જય કિશાન સોસા. પાસે, મોરબી રોડ, રાજકોટ
ભરતભાઈ – ૯૮૭૯૨૧૧૩૨૭

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…