Not Set/ પોલીસની પરવાનગી વગર હાર્દિક પટેલે અમદાવાદમાં શરુ કર્યો રોડ-શો

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પુરજોશમાં આરંભી દેવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઠેર-ઠેર જાહેરસભાઓ યોજી રહ્યા છે ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ અમદાવાદના ઘુમા ખાતેથી ક્રાંતિ રેલીના સ્વરૂપે રોડ-શો શરુ કર્યો હતો. પાસ નેતા હાર્દિક પટેલે ઘુમા […]

Top Stories
Hardik Patel at road show પોલીસની પરવાનગી વગર હાર્દિક પટેલે અમદાવાદમાં શરુ કર્યો રોડ-શો

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પુરજોશમાં આરંભી દેવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઠેર-ઠેર જાહેરસભાઓ યોજી રહ્યા છે ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ અમદાવાદના ઘુમા ખાતેથી ક્રાંતિ રેલીના સ્વરૂપે રોડ-શો શરુ કર્યો હતો.

પાસ નેતા હાર્દિક પટેલે ઘુમા ખાતેથી ખોડિયાર માતાની આરતી કરી રોડ-શો શરુ કર્યો હતો. આ રોડ-શો બોપલથી આરટીઓ સુધી યોજાશે. તેમજ હાર્દિક પટેલ નિકોલ ખાતે પણ એક જાહેરસભાને સંબોધશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ દ્વારા સુરક્ષાના કારણોસર ૫ થી વધુ વાહનો સાથે રોડ-શો કરવા અંગે મંજૂરી આપવામાં આવી ન હતી પણ પાસ નેતાએ ૨૦૦૦ થી વધુ બાઈકો સાથે આ રોડ-શો યોજ્યો હતો.

મહત્વનું છે કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ અમદાવાદમાં રોડ-શો યોજવાના હતા પણ પોલીસ  દ્વારા પરવાનગી ન અપાતા બંને નેતાઓના રોડ-શો રદ્દ કરવામાં આવ્યા હતા.