Accident/ ઓડિશામાં ટ્રેન અકસ્માત અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે અનેક રાજકિય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ઓડિશાના બાલાસોર પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. વર્ષ 2016-17 પછી આટલો મોટો ટ્રેન અકસ્માત થયો છે. છેલ્લા લગભગ 7 વર્ષથી રેલ દુર્ઘટનાઓ બંધ થઈ ગઈ હતી

Top Stories India
11 1 ઓડિશામાં ટ્રેન અકસ્માત અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે અનેક રાજકિય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ઓડિશાના બાલાસોર પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. વર્ષ 2016-17 પછી આટલો મોટો ટ્રેન અકસ્માત થયો છે. છેલ્લા લગભગ 7 વર્ષથી રેલ દુર્ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ આ દુર્ઘટનાએ રેલવેની સુરક્ષા કવચ યોજના પર સવાલો ઉભા કર્યા છે. શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ (12841) માલગાડી સાથે અથડાઈ હતી. જે બાદ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ એક્સપ્રેસનું એન્જિન ગુડ્સ ટ્રેનના વેગન પર ચઢી ગયું હતું. જેમાં 18 જેટલા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માતમાં 50 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ દુર્ઘના મામલે રાજકીય નેતાઓએ ટ્વિટ કરીને દુ:ખ વ્યકત કર્યું છે. પ્રિયંકા ગાંધી, અમિત શાહ સહિતના દિગ્ગજોએ આ અકસ્માત અંગે શોકની લાગણી વ્યત કરી હતી.

અકસ્માત બાદ ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) દ્વારા ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ટીમને તાત્કાલિક બાલાસોર રવાના કરવામાં આવી હતી. ઓડિશા સરકારની સૂચના પર આસપાસના જિલ્લાઓમાંથી વધારાની ફાયર બ્રિગેડ, ડોક્ટર્સ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાત કરી અને મદદની ઓફર કરી.

ઓડિશાના બાલાસોર પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. વર્ષ 2016-17 પછી આટલો મોટો ટ્રેન અકસ્માત થયો છે. છેલ્લા લગભગ 7 વર્ષથી રેલ દુર્ઘટનાઓ બંધ થઈ ગઈ હતી