CM રૂપાણી/ PM મોદીએ CM રૂપાણીની તબિયત પૂછવા કર્યો ફોન, સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવા સલાહ આપી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરામાં સભાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે એકાએક તેની તબિયત લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા

Top Stories
pm with cm PM મોદીએ CM રૂપાણીની તબિયત પૂછવા કર્યો ફોન, સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવા સલાહ આપી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરામાં સભાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે એકાએક તેની તબિયત લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ બાબતની જાણ વડાપ્રધાન મોદીને થયા બાદ તેઓએ મુખ્યમંત્રીના ખબર-અંતર પૂછ્યા હતા અને સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવા સલાહ આપી હતી.મુખ્યમંત્રીની તબિયતને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ફોન પર વાત કરી હતી. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ અને દિગ્ગજોએ ટ્વિટ કર્યા હતા.

cm rupani / CM રૂપાણીની તબિયતને લઈને આજે હેલ્થ બુલેટિન જાહેર કરાશે : UN મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે.પટેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાના નિઝામપુરામાં સભા સંબોધી રહ્યા હતા. ત્યારે તેમની તબિયત લથડી હતી. તેઓ જનસભાને સંબોધન કરતા હતા અને આશરે 10 મિનિટમાં તેમને ચક્કર આવવા લાગતા તેઓ ઢળી પડ્યા હતા. જો કે સુરક્ષા કર્મીઓની સતર્કતાથી નીચે પટકાતા બચી ગયા હતા. બાદમાં ડૉક્ટરની ટીમે તેમની તપાસ કરી અને ગ્લૂકોઝ પીવડાવ્યું હતું અને બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો.મુખ્યમંત્રી રૂપાણી ત્યારબાદ જાતે થોડીવારમાં કોઈના ટેકા વગર ચાલતા પોતાની ગાડીમાં જઈને બેઠા હતા. તેમ છતા બાદમાં ડૉક્ટરની સલાહ બાદ વડોદરા એરપોર્ટ પરથી તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને બાદમાં સારવાર માટે શાહીબાગમાં આવેલી યુએન મહેતામાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.

toolkit case / જળવાયુ કાર્યકર્તાના સમર્થનમાં આગળ આવ્યા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ, કહ્યું ભારત વાહિયાત રંગમંચ બની ગયું છે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ જામતો જાય છે ત્યારે સામાન્ય કાર્યકર્તા થી લઈને મુખ્યમંત્રીએ સુધી સૌકોઇ પ્રચાર અને પ્રસારમાં વ્યસ્ત છે.છેલ્લા કેટલાક દિવસોથી સતત સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં મુખ્યમંત્રીની 3 સભા હતી. જોકે ત્રીજી સભા દરમિયાન મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. મુખ્યમંત્રીએ વડોદરામાં આ અગાઉ 2 સભા સંબોધી હતી. જામનગર અને ભાવનગરમાં 2-2 સભાઓ ગજવી હતી. સતત વ્યસ્ત કાર્યક્રમને લઇને ચક્કર આવ્યા હતા.

toolkit case / સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિશા રવિની ધરપકડની નિંદા, તાત્કાલિક મુક્તિની માંગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…