Not Set/ એક જ ટ્રેક પર આમને-સામને આવતી ટ્રેનનો અકસ્માત CCTV માં થયો કેદ, વીડિયો જોઇ ચોંકી જશો

તેલંગાણાનાં કાચીગુડા સ્ટેશન પર સોમવારે બે ગાડીઓ અથડાઇ હતી. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, સિકંદરાબાદ-ફાલકનુમા એમએમટીએસ લોકલ ટ્રેન સ્ટેશન પર ઉભી રહેલી કુર્નૂલ સિટી-સિકંદરાબાદ હુન્ડ્રી એક્સપ્રેસ સાથે ટકરાઈ હતી. સોમવારે હૈદરાબાદનાં કાચીગુડા રેલ્વે સ્ટેશન પર બે ટ્રેનો વચ્ચે અથડામણમાં 12 લોકો ઘાયલ થયા હતા. હવે અકસ્માતનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બંને ટ્રેનો વચ્ચે ટક્કર કેવી […]

Top Stories India
Traun એક જ ટ્રેક પર આમને-સામને આવતી ટ્રેનનો અકસ્માત CCTV માં થયો કેદ, વીડિયો જોઇ ચોંકી જશો

તેલંગાણાનાં કાચીગુડા સ્ટેશન પર સોમવારે બે ગાડીઓ અથડાઇ હતી. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, સિકંદરાબાદ-ફાલકનુમા એમએમટીએસ લોકલ ટ્રેન સ્ટેશન પર ઉભી રહેલી કુર્નૂલ સિટી-સિકંદરાબાદ હુન્ડ્રી એક્સપ્રેસ સાથે ટકરાઈ હતી. સોમવારે હૈદરાબાદનાં કાચીગુડા રેલ્વે સ્ટેશન પર બે ટ્રેનો વચ્ચે અથડામણમાં 12 લોકો ઘાયલ થયા હતા. હવે અકસ્માતનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બંને ટ્રેનો વચ્ચે ટક્કર કેવી થઇ તે સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

Image result for collision between falaknuma train and secunderabad hundry express

જે વીડિયો સામે આવ્યો છે તેમાં, બંને ટ્રેન એક જ ટ્રેક પર આમને-સામને દેખાઇ રહી છે. ટ્રેનને એક જ ટ્રેક પર આવતી જોઈને બંને ડ્રાઇવરોએ બ્રેક્સ લગાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં બંને ટ્રેન ટકરાઈ ગઈ હતી. અથડામણ પછી, એક્સપ્રેસ ટ્રેન અટકી ગઈ, પરંતુ લોકલ ટ્રેનની પાછળનાં કોચ ઉપરથી ઉછળી પડ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકલ ટ્રેનનાં ડબ્બા ઉછળીને તરત નીચે આવી જાય છે અને સાથે તેના પૈડા બહાર આવી જાય છે. ત્યારબાદ લોકો લોકલ ટ્રેનની અંદરથી જલ્દી-જલ્દી બહાર આવીને ભાગવા લાગે છે.

Image result for collision between falaknuma train and secunderabad hundry express

આપને જણાવી દઇએ કે, આ અકસ્માત તે સમયે થયો જ્યારે લિંગમપલ્લી-ફલકનુમા એમએમટીએસ પ્લેટફોર્મ નંબર 2 પર અંદાજે 10.40 વાગ્યે પહોચી અને કથિતરીતે તે મોટરનૈમ સિગ્નલ વિના શરૂ થઇ અને ત્યારબાદ તે કુરનૂલ સિટી-સિકંદરાબાદ શિલાઇ એક્સપ્રેસથી ટકરાઇ ગઇ હતી, જે પ્લેટફોર્મ નંબર 4 પર ઉભી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રેનની આ ઘટના સિગ્નલ લાઈટને કારણે બની છે. આ અકસ્માતને કારણે ઘણી ટ્રેનો મોડી રાત્રે સ્ટેશન પર આવી હતી. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાં એક ઇન્ટરસિટી એક્સપ્રેસ હતી જ્યારે બીજી લોકલ ટ્રેન હતી. એક્સપ્રેસ ટ્રેનને ટક્કર મારતાં લોકલ ટ્રેનનાં અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે એક જ ટ્રેક પર બે ટ્રેનો કેવી રીતે આવી તેની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.