Not Set/ પંજાબ/ હવે ખાલીસ્તાની આતંકીઓ મેદાનમાં,મહિલા સહિત બે ટેરરિસ્ટ ઝડપાયા, હિન્દૂ નેતાઓ હતા નિશાન પર

પંજાબ પોલીસના ઓપરેશન સેલે બે ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાં એક મહિલા શામેલ છે જે લુધિયાણામાં નર્સ તરીકે કામ કરતી હતી. બીજી ધરપકડ ગુરદાસપુરથી થઇ હતી. પોલીસનું કહેવું છે કે બંને ખાલિસ્તાની આતંકવાદીઓના નિશાના પર હિન્દુ સંગઠનોના ઘણા નેતાઓ હતા. આ ઉપરાંત તેમનો ઉદ્દેશ ફરીથી પંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓ વધારવાનો છે. આ માટે તેઓને વિદેશથી પણ ફંડ મળતું હતું. […]

Top Stories
mayaapate 3 પંજાબ/ હવે ખાલીસ્તાની આતંકીઓ મેદાનમાં,મહિલા સહિત બે ટેરરિસ્ટ ઝડપાયા, હિન્દૂ નેતાઓ હતા નિશાન પર

પંજાબ પોલીસના ઓપરેશન સેલે બે ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાં એક મહિલા શામેલ છે જે લુધિયાણામાં નર્સ તરીકે કામ કરતી હતી. બીજી ધરપકડ ગુરદાસપુરથી થઇ હતી.

પોલીસનું કહેવું છે કે બંને ખાલિસ્તાની આતંકવાદીઓના નિશાના પર હિન્દુ સંગઠનોના ઘણા નેતાઓ હતા. આ ઉપરાંત તેમનો ઉદ્દેશ ફરીથી પંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓ વધારવાનો છે. આ માટે તેઓને વિદેશથી પણ ફંડ મળતું હતું.

પંજાબ પોલીસના ઓપરેશન સેલે પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરી રહેલી એક મહિલા સહિત 2 ખાલિસ્તાની આતંકીઓની ધરપકડ કરી છે. મહિલાના સાથીની ગુરદાસપુરથી ધરપકડ કરવામાં આવી હતી. જેમણે દુબઈમાં ડ્રાઇવર તરીકે કામ કરી ચુક્યો છે.

પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહે છે કે બંને અનેક મોટી હત્યાઓનું કાવતરું ઘડી રહ્યા હતા. તેમણે કેટલાક હિન્દુવાદી નેતાઓની હત્યા કરવાની પણ યોજના બનાવી હતી.

પકડાયેલા આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. ધરપકડ કરાયેલ સુરિન્દર કૌર નામની મહિલા ફરિદકોટની રહેવાસી છે, જે લુધિયાણાની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.

જ્યારે સુરિન્દર કૌરનો પુરૂષ સાથીની ઓળખ લખબીર સિંહ તરીકે થઈ છે, જે હોશિયારપુરનો રહેવાસી છે અને દુબઈમાં ડ્રાઇવર તરીકે કામ કરી ચુક્યો છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બંને એકબીજાના સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બન્યા હતા અને ફેસબુકના મિત્ર હતા. પંજાબ પોલીસનો સાયબર ક્રાઇમ સેલ ગયા મહિનાથી આ બંને પર નજર રાખતા હતા.

2 દિવસની પોલીસ કસ્ટડી

પકડાયેલા બંને ખાલિસ્તાની આતંકવાદીઓએ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે આ બંનેની પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ફરી જીવંત બનાવવાની યોજના છે.

તેમને આ માટે વિદેશથી પૈસા મળતા હતા. પંજાબ પોલીસને ધરપકડ કરાયેલા આતંકીઓ અને વિદેશમાં સ્થાયી થયેલા ખાલિસ્તાની અલગાવવાદીઓ વચ્ચેના સંપર્કની માહિતી મળી છે. પકડાયેલી સુરિન્દર કૌર અને લખબીર સિંઘને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને 2 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.