Not Set/ કોંગ્રેસના ભરપેટ ઉપવાસ સામે ભાજપના હાઇપ્રોફાઇલ ઉપવાસ, આરામદાયક વ્યવસ્થાઓ વચ્ચે શરૂ થયા ધરણાં

ગુજરાત, દલિત હિંસા લઈને ૯ એપ્રિલના રોજ કોંગ્રેસે ઉપવાસ કર્યો હતો, ત્યારે કેન્દ્રની મોદી સરકાર વિપક્ષને લઈને ઉપવાસ પર ઉતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ પર બેઠયા છે. તેમને દરેક ભાજપ સાંસદોને પણ તેમના તેમના સંસદીય વિસ્તારોમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. ગુજરાતના મુખ્યપ્રધાન CM રૂપાણી પણ ઉપવાસ આંદોલન કરવાના છે. રાજકોટમાં ભાજપ દ્વારા આજે […]

Top Stories
koolr કોંગ્રેસના ભરપેટ ઉપવાસ સામે ભાજપના હાઇપ્રોફાઇલ ઉપવાસ, આરામદાયક વ્યવસ્થાઓ વચ્ચે શરૂ થયા ધરણાં

ગુજરાત,

દલિત હિંસા લઈને ૯ એપ્રિલના રોજ કોંગ્રેસે ઉપવાસ કર્યો હતો, ત્યારે કેન્દ્રની મોદી સરકાર વિપક્ષને લઈને ઉપવાસ પર ઉતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ પર બેઠયા છે. તેમને દરેક ભાજપ સાંસદોને પણ તેમના તેમના સંસદીય વિસ્તારોમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન CM રૂપાણી પણ ઉપવાસ આંદોલન કરવાના છે. રાજકોટમાં ભાજપ દ્વારા આજે લોકતંત્ર બચાવો ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. રાજકોટના ઢેબર ચોકમાં ભાજપ દ્વારા ઉપવાસ કાર્યક્રમ યોજાયો છે. ત્યારે આ આંદોલનમાં કુલર સહિત તમામ વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ ભાજપના હાઈપ્રોફાઇલ ઉપવાસ જોવા મળી રહ્યા છે. એવુ કહી શકાય કે સમગ્ર શહેરમાં પાણીની તંગી જોવા મળી રહી છે, અહી કૂલરમાં પાણી નાખવા માટે ટેન્કરો મંગાવવામાં આવી છે.

કોંગ્રેસના ધરણા બાદ હવે ભાજપનો પણ ફાઇવ સ્ટાર ઉપવાસ આંદોલન થરૂ થઇ ગયું છે. ઉપવાસ આંદોલનમાં ભાજપના કાર્યકર્તાઓ માટે કુલર સહિત દરેક વસ્તુઓનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એવું ફાઇવ સ્ટાર ઉપવાસ આંદોલન થઇ રહ્યુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. લોકશાહીને બચાવવા માટે ઉપવાસ યોજવામાં આવ્યુ છે. તેવું કાર્યકર્તાઓનું કહેવુ છે. જોકે સામે પક્ષે કોંગ્રેસે આ આંદોલનને સરકારી નિષ્ફળતા ગણાવી છે. ઉલ્લેખનીય છે કે, ઉપવાસના દિવસે કોંગ્રેસના કેટલાક નેતાઓ નાસ્તો કરતા કેમેરામાં ક્લિક થયા હતા અને તેમનો ફોટો વાયરલ પણ થયો હતો.

thubm 1523512947 કોંગ્રેસના ભરપેટ ઉપવાસ સામે ભાજપના હાઇપ્રોફાઇલ ઉપવાસ, આરામદાયક વ્યવસ્થાઓ વચ્ચે શરૂ થયા ધરણાં

આ સિવાય અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા જિલ્લા પંચાયતની સામે ભાજપ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા, પરંતુ અહી ઉપવાસીઓને ફાઈવસ્ટાર સુવિધામાં મિનરલ વોટર એરકૂલર રાખવામાં આવ્યા હતા. કૂલર અને મિનરલ વોટરનો સિનેરિયો પુરા ગુજરાતમાં જોવા મળ્યો હતો.