પ્રવાસ/ રોમમાં PM નરેન્દ્ર મોદીનું શિવ તાંડવ ગાઇને કરાયું ભવ્ય સ્વાગત,મોદીના નારાથી ગુંજી ઉઠયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાંચ દિવસના વિદેશ પ્રવાસે છે. આ મુલાકાતના પહેલા તબક્કામાં તેઓ ઈટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે, જ્યાં તેઓ G20 સમિટમાં ભાગ લેશે.

Top Stories India
OOO111 રોમમાં PM નરેન્દ્ર મોદીનું શિવ તાંડવ ગાઇને કરાયું ભવ્ય સ્વાગત,મોદીના નારાથી ગુંજી ઉઠયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાંચ દિવસના વિદેશ પ્રવાસે છે. આ મુલાકાતના પહેલા તબક્કામાં તેઓ ઈટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે, જ્યાં તેઓ G20 સમિટમાં ભાગ લેશે. અહીં તેઓ વૈશ્વિક અર્થતંત્ર અને આરોગ્ય ક્ષેત્રને પાટા પર લાવવા, ટકાઉ વિકાસ અને કોરોના વાયરસ રોગચાળાથી પ્રભાવિત હવામાન પરિવર્તન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમણે શુક્રવારે યુરોપિયન કાઉન્સિલ અને કમિશનના પ્રમુખો સાથે તેમની મુલાકાતની પ્રથમ સત્તાવાર બેઠક યોજી હતી.

 

 

 

ઈટાલી પહોંચ્યા પછી વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યાં ઉપસ્થિત કેટલાક ભારતીયોએ PM મોદીની મુલાકાત કરી અને સંસ્કૃતમાં શિવ તાંડવનું પણ ગાન કર્યું હતું. આ સિવાય ભારત માતાની જયના નારા પણ લાગ્યા હતા. આ વીડિયોમાં પીએમ મોદીને એક મહિલાએ ગુજરાતીમાં પૂછ્યું કે નરેન્દ્રભાઈ કેમ છો. વડાપ્રધાને પણ કહ્યું- મજામાં. મજામાં.  આ સિવાય ત્યાં મોદી-મોદીના નારા પણ લાગી રહ્યાં હતા.G20ની આ મીટિંગ વાસ્તવમાં ગત વર્ષે એટલે કે 2020માં થવાની હતી. જોકે કોરોનાના કારણે તેને ટાળવી પડી હતી. હવે તે ઈટાલીના રોમમાં જ થઈ રહી છે. વડાપ્રધાન 31 ઓક્ટોબર બપોર સુધી રોમમાં જ રહેશે.

31 ઓક્ટોબરે વડાપ્રધાન ઈટાલીથી બ્રિટન પહોંચશે. અહીં તે સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં થનારા જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા સમ્મેલન(COP26 ક્લાઈમેટ ચેન્જ સમિટ)માં ભાગ લેશે. આ ક્લાઈમેટ ચેન્જ પર 26મી સમિટ હશે. ઈટાલી અને બ્રિટને મળીને તેનુ આયોજન કર્યું છે. આ સમ્મેલનમાં 120 દેશો ભાગ લેશે.