Not Set/ ફટાકડાનો ઇતિહાસ છે રસપ્રદ, વિશ્વમાં ફટાકડાનો ઇતિહાસ ચીન સાથે છે સંકડાયેલો

દિવાળીમાં દર વર્ષે જે ફટાકડા વગર તહેવાર અધુરો લાગે એ ફટાકડાનો ઇતિહાસ પણ ભુબ જ રસપ્રદ છે. દિવાળીના તહેવાર દરમિયાન એ જાણવું રસપ્રદ રહેશે કે ફટાકડાની શોધ વિશ્વમાં ક્યાં અને શા માટે થઈ હતી?

Top Stories India Trending
પેટ્રોલ 12 ફટાકડાનો ઇતિહાસ છે રસપ્રદ, વિશ્વમાં ફટાકડાનો ઇતિહાસ ચીન સાથે છે સંકડાયેલો

દિવાળીના તહેવારમાં સૌથી વધુ પહેલા યાદ આવે તો એ છે ફટાકડા. તો શુ તમે જાણો છો કે ફટાકડા ક્યાંથી આવ્યા ?તેને કોણ લાવ્યુ  ? અને ક્યારથી ભારતમાં તેનો ઉપયોગ શરૂ થયો ? તો ચલો આજે આપણે જાણીએ દારૂખાનાનો દમદાર ઇતિહાસ

  • ભારતમાં પણ કૌટિલ્યના ગ્રંથમાં તેનો ઉલ્લેખ
  • બૌદ્ધ ધર્મગુરૃ દ્વારા ભારતમાં ફટાકડા લવાયા
  • 12મી સદીમાં ફટાકડાનું ચલણ પ્રચલિત કર્યુ
  • ધર્મગુરૂ ચીન,તીબેટથી ફટાકડા લાયા હોવાનું અનુંમાન

દેશમાં ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટેનો નિયમ સમય નક્કી કરવામાં આવ્યો. દિવાળીના પર્વ પર આ ચોક્કસ સમય દરમિયાન ફટાકડા ફોડી શકાય છે. જોકે, દિવાળીમાં દર વર્ષે જે ફટાકડા વગર તહેવાર અધુરો લાગે એ ફટાકડાનો ઇતિહાસ પણ ભુબ જ રસપ્રદ છે. દિવાળીના તહેવાર દરમિયાન એ જાણવું રસપ્રદ રહેશે કે ફટાકડાની શોધ વિશ્વમાં ક્યાં અને શા માટે થઈ હતી? દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીની સ્કૂલ ઑફ લેન્ગ્વેજ લિટરેચર એન્ડ કલ્ચરલ સ્ટડીસમાં ચાઇનીઝ ભાષાના પ્રાધ્યાપક બીઆર દીપકના મતે ચીનની સૌથી મહત્વની શોધોમાં બારૂદનો સમાવેશ પણ થાય છે. ચીનના લોકો માને છે કે આગ અનિષ્ટને ભગાવે છે. ભૂત પ્રેતને ડરાવી શકે છે. ચીનમાં નૂતન વર્ષે લોકો પ્રેતાત્મા અને ભૂતોને ભગાડવા માટે ફટાકડા ફોડે છે. ઇતિહાસકારોના મતે ભારતમાં આતિશ દીપાંકર નામના બંગાળી બૌદ્ધ ધર્મગુરૂએ 12મી સદીમાં ફટાકડાનું ચલણ પ્રચલિત કર્યુ હતું. કદાચ તેઓ ચીન અને તિબેટ અને પૂર્વ એશિયાથી ફટાકડા લઈ આવ્યા હતા.

  • મુઘલ શાસનકાળમાં ફટાકડાનો ઉપયોગ થતો
  • બાબરે 15મી સદીમાં કર્યો હતો ફટકડાનો ઉપયોગ
  • બાબર દ્વારા હુમલા કરવા ફટાકડા વપરાતા
  • પ્રાચીન ભારતમાં લોકો વિસ્ફોટથી હતા પરિચિત
  • ગંધક પ્રકારના ચૂર્ણથી બનાવાતા ફટાકડા

ફટાકડાની શોધ ભલે મોર્ડન માનવામાં આવતી હોય પરંતુ પ્રાચીન ભારતમાં લોકો વિસ્ફોટ અને અગ્નિ પ્રકાશ ફેલાય તે પ્રકારના ફટાકડાથી પરીચિત હતા. તેનો ઉલ્લેખ ઇસ પૂર્વના કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી પણ મળે છે. જેમાં અગ્નિમાં ઝડપથી સળગી ઉઠે તેવા ગંધક  પ્રકારના એક ચૂર્ણનું વર્ણન છે. આ ચૂર્ણને અગ્નિમાં નાખવાથી પ્રકાશના તેજ લિસોટા પડે છે. એટલું જ નહી જો તેને કોઇ ઠોસ નળાકારમાં ભરવાથી વિસ્ફોટ થાય છે. એક ખાસ પ્રકારનું લવણ જેને બારિક રીતે પીસી લેવાથી ઝડપથી સળગી ઉઠે તેવું ચૂર્ણ બની જાય છે.તેમાં ગંધક પ્રકારના તત્વ અને કોલસાની જીર્ણ ઉમેરી દેવામાં આવે તો તે વધુ વિસ્ફોટ બની જાય છે.

સામાન્ય રીતે દારુગોળાની શોધ ચીનમાં થઇ તેમ માનવામાં આવે છે પરંતુ ૨૦૦૦ વર્ષ પહેલા પણ ભારતમાં લોકો ફટાકડા અને ગન પાવડર અંગે જાણતા હતા.સુક્રાનીતિમાં પણ અગ્નિ આર્મ્સનો પ્રથમ ઉલ્લેખ મળે છે. એવું માનવામાં આવે છે કે ચીને પણ ગન પાવડર અંગેનું નોલેજ ભારતમાંથી મેળવ્યું હતું. સિરિયાના રસાયણશાસ્ત્રીએ હસન અલ રમ્માહે ઇસ ૧૨૭૦માં પોતાના પુસ્તકમાં કર્યુ હતું. ભારતના મધ્યકાલીન ઇતિહાસની વાત કરીએ તો મોગલોના સમયમાં પણ દારુખાનું ફોડવામાં આવતું હતું. ઇસ ૧૬૩૩માં દારાશિકોહના લગ્નમાં હાથમાં ફૂલઝર અને ફટાકડા સહિતના અનેક પ્રકારનું દારુખાનું ફોડવામાં આવ્યું હતું.જો કે ઓરંગઝેબે દિવાળી પર ફોડાતા દારુખાનાને હિંદુધર્મ પ્રેકટિસ સાથે જોડીને દારુખાનું ફોડવા પર પ્રતિબંધ મુકયો હતો.૨૨ નવેમ્બર ૧૯૬૫ના રોજ મોગલ બાદશાહ ઔરંગઝેબે આ ફરમાન જાહેર કરીને અમલ કરાવ્યો હતો.

ફૂડ ફેસ્ટીવલ / જામનગરની પ્રખ્યાત કચોરી, લોકો દુર દુરથી આવે છે ખાવા

દિવાળી / જામનગરના બજારોમાં 151થી વધુ પ્રકારના મુખવાસ, મુખવાસના વેપારીઓની દિવાળી સુધરી