Unseasonal rain/ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી; ખેડૂતો મૂકાયા ચિંતામાં

ર4 કલાકમાં વરસાદ પડવાના કારણે અગમચેતી રૂપે ગાંધીનગર ડિઝાસ્ટર મામલતદાર દ્વારા ખેડૂતોને ખેતીના પાકોના જથ્થાને સાચવવા એલર્ટ કર્યા છે.

Top Stories Ahmedabad Gujarat
વરસાદ

Gujarat Weather News: ગુજરાતમાં અત્યારે હાથ ધ્રુજાવતી ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે 24 કલાકમાં વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ માવઠાની સંભાવના હોવાથી તંત્રએ ખેડૂતોને ખેત પેદાશોની સાચવણી અંગે તાકિદ કરી છે.

રાજ્ય અત્યારે ઠંડુગાર બની ગયું છે. આવા સમયે ઈન્ડિયન મટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ (ભારતીય હવામાન ખાતુ)એ અરબ સાગરમાં ટ્રફની સ્થિતિ સર્જાવાને કારણે માવઠાની આગાહી કરી છે. હવામાન ખાતાએ તારીખ 8 થી 10માં રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

ર4 કલાકમાં વરસાદ પડવાના કારણે અગમચેતી રૂપે ગાંધીનગર ડિઝાસ્ટર મામલતદાર દ્વારા ખેડૂતોને ખેતીના પાકોના જથ્થાને સાચવવા એલર્ટ કર્યા છે. કચ્છનું દીવ 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. નલિયામાં 10.3 તાપમાન પહોંચ્યું છે જ્યારે અમદાવાદ અને અમરેલીમાં 13 ડિગ્રી અને વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ રાજકોટમાં 11.2, ગાંધીનગરમાં 11.5, ભૂજમાં 11.8, સુરેન્દ્રનગરમાં 12.5 તાપમાન નોંધાયુ છે.

ખેડૂતોને કરાયા એલર્ટ

માવઠાને કારણે ખેત પેદાશો નાશ પામશે તેવી ભારે સંભાવના વર્તાઈ રહી છે. જેને લઈ ખેડૂતોમાં પાક નષ્ટ થવાનો ભય સતાવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રએ APMC બજારો તેમજ ખેડૂતોને પાક ખુલ્લામાં ન મૂકવા અપીલ કરી છે. સાથે સંબંધિત અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે.

દક્ષિણ ગુજરાતથી ટ્રફની લાઈન પસાર થવાથી માવઠાની સ્થિતિ સમગ્ર રાજ્યમાં સર્જાશે તેવું જણાઈ રહ્યું છે. તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહાસાગર વગેરે જીલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ સહિત જીલ્લાઓમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ટ્રફની અસર વર્તાશે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિત તટીય ક્ષેત્રોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: