અમદાવાદમાં વટવા વિસ્તારમાં રહેતી આયેશાએ પોતાના મોત પહેલાનો વિડીયો બનાવી અને સૌને ચોંકાવી દીધા હતા. આ પ્રકારની હસતા મોઢે કરેલી આત્મહત્યા એક એવી ઘટના સામે આવી કે જે જોઈને કદાચ કોઈના પણ રૂવાંડા ઉભા થઈ જાય. પરણિતાએ અંતિમ વિડીયો બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ હતું. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતના ઓડીયોને લઈને પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.આ બાજુ પતિનું એક વોટ્સએપ સ્ટેટસ પણ હાલ લોકોને ચોંકાવી રહ્યું છે.જેમાં તેના પતિએ એમ જણાવ્યું છે કે કોણ છોડીને જતું રહ્યું તે મહત્વનું નથી પણ સાથે છે તે મહત્વનું છે. જો કે આ અંગે આજે તેના પરિવાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.
Exam / CICSE બોર્ડ પરીક્ષાઓની તારીખ જાહેર : 10માં ધોરણની પરિક્ષાઓ 5 મે અને 12મા ધોરણની પરિક્ષાઓ 8 એપ્રિલથી પ્રારંભ
ગર્ભવતી આયેશાને સસરા અને પતિએ માર્યો માર, અને થયું મિસકેરેજ
આયેશાના પરિવારે પત્રકાર પરિષદમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો ખુલાસો હતો કે, આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આરીફ ખાનના માર મારવાના કારણે તેની પ્રેગનેન્સી મિસ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓ આયેશાને તેના પિયર મુકી ગયા હતા. ત્યાર બાદ આયેશાના પિતા પાસે 1.5 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જ્યાં સુધી પૈસા નહી મળે ત્યાં સુધી તેઓ આયેશાને તેડી નહી જાય તેવી પણ વાત કરી હતી.
Agitation / ખેડૂતો બાદ GST અને ઇ-કોમર્સ સહિતનાના મુદ્દાઓને લઈને 5 માર્ચ થી 8 કરોડ વેપારીઓનું મહા આંદોલન
એક પ્રસંગમાં મળ્યા બાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા
જેના પગલે તેના પિતા પાસે જ્યારે પૈસાની સગવડ થઇ અને તેમણે પૈસા આપ્યા ત્યારે તેનો પતિ આયેશાને આવીને પૈસા લઇને તેડી ગયો હતો. આ ઉપરાંત તેના પતિને અન્ય કોઇ યુવતી સાથે લગ્ન બાહ્ય સંબંધો હોવાનો ખુલાસો પણ તેઓએ કર્યો હતો. આ ઉપરાંત આયેશા અને તેનો પતિ એક પ્રસંગમાં મળ્યા બાદ એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા. અને પરિવારમાં તેઓ આંતરિક રીતે જોડાયેલા હોવાના કારણે બંન્નેના લગ્ન માટે પરિવાર પણ તૈયાર થઇ ગયો હતો. આયેશાના પતિ અને તેના સસરા કોટા પથ્થરના માઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
France / ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને આ મામલે થઇ 3 વર્ષની જેલ
પોલીસ દ્વારા હિન કક્ષાનો વ્યવહાર અને તપાસ કરવામાં આવી, ખાસ સમિતિ તપાસ કરે
આયેશાના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી કે, આયેશા કિસ્સામાં પોલીસ દ્વારા ખુબ જ હિન કક્ષાનો વ્યવહાર અને તપાસ કરવામાં આવી છે. સરકાર પાસે માંગ છે કે, ખાસ સમિતીની રચના કરવામાં આવે જે આ મુદ્દે યોગ્ય રીતે તપાસ કરે. આ ઉપરાંત તેના પતિ આરિફ ખાનને પકડવા માટે એક સ્પેશ્યલિ ટીમ બનાવવામાં આવે. આ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. જેથી ઝડપથી ચુકાદો આવી શકે. સરકાર દ્વારા ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા ખાસ કોઇ વ્યવસ્થા કરવામાં આવે જેથી ફરી કોઇ આયેાશાને આવી સ્થિતીનો સામનો કરવો ન પડે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…