France/ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને આ મામલે થઇ 3 વર્ષની જેલ

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ભ્રષ્ટાચારના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

Top Stories World

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ભ્રષ્ટાચારના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તેમની સાથે તેમના બે પૂર્વ સાથીઓને પણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 66 વર્ષીય નિકોલસ સરકોઝી 2007 થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ રહ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને 2014 માં મોનાકોમાં મેજિસ્ટ્રેટને ગુનાહિત તપાસની માહિતીના બદલામાં પ્રતિષ્ઠિત નોકરીની ઓફર કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. સરકોઝીના પૂર્વ વકીલો થિયરી હર્ઝોગ અને એઝિબર્ટને પણ એ જ સજા મળી છે.

કોર્ટે કહ્યું કે સરકોઝી ઇલેક્ટ્રોનિક બ્રેસલેટના સાથે ઘરમાં નજરકેદ થવાની વિનંતીના હકદાર છે. નોંધપાત્ર વાત એ છે કે સરકોઝી આ મહિનાના અંતમાં 13 અન્ય લોકો સાથે બીજી કેસનો સામનો કરશે. આ કેસ તેમના 2012 ના રાષ્ટ્રપતિ અભિયાનની ગેરકાયદેસર ધિરાણ સાથે સંબંધિત છે.